સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં બે માસૂમ બાળકીના અપહરણનો મામલામાં મંજુસર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને બે મહિલા સહિત ત્રણને ઝડપી પાડી એકને ફરાર જાહેર કર્યો છે.
સાવલીના મંજુસર જી આઈ ડી સી માં બે બાળકીઓ લાપતા જણાતા ભારે શોધખોળ આરંભી હતી, પી.આઈ કૌશિક સિસોદિયાએ તપાસ હાથ ધરતાં ભોગ બનનાર સાથે કામ કરતી છાયા અને તેના પતિની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવી હતી. પોલીસની કડક પૂછતાછમાં છાયા ભાંગી પડી હતી. તેણે જણાવ્યું હતું કે, તે જ્યારે તેના મામાના દીકરા અંદરસિંહ ઉર્ફે અન્દ્રુના કુટુંબમાં કોઈ છોકરી ના હોઈ પુત્રીની લાલસામાં ઘટનાને અંજામ આપ્યો હતો.બનાવના દિવસે અંદરસિંહ અને તેની માતા મટ્ટુબેન રિક્ષામાં આવીને છાયાનો સંપર્ક કરી બંને બાળકીઓને નાસ્તાના પેકેટ આપીને પટાવીને લઈ ગયા હતાં.










