સાયલાના ચિત્રાલાંક ગામની સીમમાં બે દિવસ પહેલા લીંબડી પ્રાંત અધિકારી ની ટીમ દ્વારા ગેરકાયદે કોલસાના ખનન પર કરાયેલ દરોડામાં સરકારી તથા ખાનગી જમીન માં ચાલતા આઠ જેટલા કોલસાના કુવાઓ ઝડપાઇ જવા પામ્યા હતા.તંત્રના દરોડામાં સ્થળ પરથી ટ્રેક્ટર, મશીનરી, ચરખીઓ સાથે કૂવા માંથી કોલસો કાઢવા માટે વપરાતા વિસ્ફેટકોનો જથ્થો પણ જપ્ત કરાયો હતો.
કોલસાના ગેરકાયદે ખોદકામ સ્થળ પરથી મળી આવેલા વિસ્ફેટકોના જથ્થા બાબતે સાયલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચોટીલા ના શખ્સ દ્વારા આ જથ્થો લવાયા ની વિગતો ખુલવા પામી હતી.સાયલા PSI એચ.એન.ઝાલા દ્વારા ખનન સ્થળ પર બે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવેલ અને દરોડામાં ઝડપાયેલ 126 જીલેટીન સ્ટીક,155 નંગ ડીટોનેટર,22 સેફ્ટી ફ્યુઝ સહિત કુલ રૂપિયા 4576 નો જથ્થો લાવનાર ચોટીલાના હર્ષદ નામના શખ્સ વિરૂધ્ધ એક્સપ્લોસિવ એક્ટ ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ દ્વારા કાર્બોસેલ ખનીજ નાખોદકામ માટે બ્લાસ્ટિંગ કરવા લવાયેલા જથ્થા બાબતે ફરાર એવા ચોટીલા ના શખ્સ તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આ વિસ્ફેટકો નો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવેલ છે તે બાબતે આગળની તજવીજ હાથ ધરી છે.










