સાયલા હાઇવે પર આવેલ ખાનગી બેંકનું ATM દોઢેક મહિનાથી બંધ હાલતમાં રહેતા પૈસા ઉપાડવા આવતા સેંકડો ગ્રાહકોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.
હાઈવે સર્કલ પર SBI દ્વારા મુકાયેલું ATM ધૂળના પ્રદૂષણને કારણે બેંક દ્વારા ઘણા લાંબા સમયથી બંધ રહેતા હાઈવે રોડ પર પૈસા ઉપાડવા માટે ફ્ક્ત આ એક ATM જ હોવાથી તેમાંથી પ્રતિદિન મોટી રકમનો ઉપાડ થતો હોવા છતા હાલ બંધ હાલતમાં જોવા મળતા ખાનગી બેંકના કે અન્ય બેંકના ATM ધારકોમાં પરેશાની જોવા મળી રહી છે. દરરોજના દસ લાખથી વધુનું ટ્રાન્જેક્શન ધરાવતું ATM હાલ તો ખુલ્લા બારણે બંધ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ત્યારે લાંબા સમયથી બંધ મશીન ચાલુ કરવા માટે ગ્રાહકોની માંગ જોતા બેંક પ્રશાસને પણ ઉચ્ચસ્તરે રજૂઆતો કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે ICICI બેંકના મેનેજર ગોપાલ મીર સાથે વાત કરતા તેમણે જણાવેલ કે તેમના દ્વારા એક મહિનાથી આ બાબતે ઉચ્ચ સ્તરે લેખિત, મૌખિક રજૂઆત કરી દેવાઈ છે તેમજ હાલના ATMની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવાથી અમારી હેડ ઓફ્સિથી નવું મશીન મુકવાની મંજૂરી આપી દેવાઈ છે જેથી આગામી થોડા દિવસોમાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ દૂર થશે.










