સાયલા તાલુકાના ઢીંકવાળી ગામે પોતાના પરિવાર સાથે રહેતા અને ખેતી કરતા મનસુખભાઇ જાગાભાઈ બાવળીયા નામના યુવાન પોતાની વાડીએ પાણીની મોટર રીપેરીંગ કરવા જતા સમયે ઓચિંતો વીજ આંચકો લાગતા તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી.
આ બાબતે જાણ થતા પરિવારજનો દ્વારા તેમને સારવાર હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરું ઉડી જતા કરુણ મોત નિપજ્યું હતું. બનાવ બાદ ધજાળા પોલીસને જાણ કરાતા મૃતકની લાશને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તેનું પોસ્ટમાર્ટમ કરાવાયું હતું અને અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 35 વર્ષીય યુવાનના આકસ્મિક મોતથી પરિવારે આધારસ્તંભ ગુમાવવા સાથે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.










