- આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના
- દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી
- સુરત, વલસાડ, નવસારી, તાપી,ડાંગમાં ભારે વરસાદની આગાહી
આગામી 4 દિવસ ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તથા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. તથા દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.
સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી
સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. 16, 17, 18, 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. તેમજ વરસાદી ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. રાજ્યમાં છૂટા છવાયા વરસાદની સંભાવનાં છે. 16મી જુલાઇથી વરસાદનુ જોર વધશે.
સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી વરસાદનુ જોર વધશે
16 થી 19મી જુલાઇના રોજ રાજ્યના વિવિધ જીલ્લાઓમાં વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી વરસાદનુ જોર વધશે. તથા હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રીક વરસાદની આગાહી કરી છે.









