• CM ભૂપેન્દ્ર પટેલે જામનગરની તબાહીનું કર્યુ આકાશી નિરિક્ષણ
  • CMએ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું
  • કુરંગા ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે મુખ્યમંત્રી‌ ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવાઈ નિરીક્ષણ કરી આર.એસ.પી.એલ ખાતે અધિકારીઓ તથા પદાધિકારી‌ઓએ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થઇને વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે સમગ્ર પંથકોમાં જળબંબાકારની સ્થિતિ છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદના થતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવુ લાગી રહ્યું છે.જોકે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને પગલે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ધોધમાર વરસાદને લઇ CMએ દ્વારકામાં અધિકારીઓ સાથે પૂરની સ્થિતિ અંગે કયાસ મેળવ્યો હતો.

[[$googlead]]

મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

[[$alsoread]]

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવ ભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આવેલા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિને CMએ જાત માહિતી મેળવવા મુખ્ય સચિવ રાજકુમાર સાથે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય પણ સાથે અસરગ્રસ્ત વિસ્તારો અંગે કયાસ મેળવ્યો.

અધિકારીઓ સાથે બેઠક

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ તેમણે આર.એસ.પી.એલ ખાતે અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

  • Follow us on: