• શુક્રવારે મોડી સાંજે પાવાગઢ ખાતે મેઘરાજાનું ધમાકેદાર આગમન
  • પગથિયા ઉપર નદી વહેતી હોય એવો નઝારો જોવાયો હતો
  • ભારે વરસાદને લઈ રોપ વે સેવા બંધ રખાઈ હતી
છેલ્લા થોડાં સમયથી રાજ્યમાં વરસાદે થોડો વિરામ લીધો હતો, પરંતુ શુક્રવારે મોડી સાંજે પંચમહાલ પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો હતો. મોડી સાંજે પડેલા વરસાદના કારણે પાવાગઢમાં માતાજીના મંદિર સુધી જવાના પગથિયા પર જાણે નદી વહેતી હોવાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.

ભારે વરસાદના કારણે રોપ વે સેવા બંધ કરવામાં આવી હતી. રોપ વે સેવા બંધ હોવાથી ભક્તો પગથિયાં મારફતે નીચે ઉતર્યા હતા. પગથિયા ઉપર વહેતા પાણીમાં મુશ્કેલી વચ્ચે પણ લોકોને નીચે ઉતરવાની મજા પડી હતી. વરસાદી માહોલ દરમિયાન પગથિયાં ઉપર નદી વહેતી હોય એવો નઝારો જોવા મળ્યો હતો.

જોકે વરસાદી માહોલ દરમિયાન પગથિયાં ઉપર નદી વહેતી હોય એવો નઝારો જોવાયો હતો. તેમજ રોપ વે સેવા બંધ હોવાથી ભક્તો પગથિયાં મારફતે નીચે ઉતર્યા હતા જેઓને પગથિયાં ઉપર વહેતાં પાણીમાં તકલીફ વચ્ચે મોજ પણ પડી ગઈ હતી. 
  • Follow us on:

[[$googlead]]