- અમરેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
- શાળા-કોલેજોને લઈને જિલ્લા કલેકટરે કરી મોટી જાહેરાત
- 2 દિવસ બંધ રહેશે શાળા-કોલેજો-આંગણવાડીઓ
છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્ર સહીત સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. અમરેલી સહીત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લાની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તો સાથે સાથે, અમરેલી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટરે મોટી જાહેરાત કરી છે. અમરેલી જિલ્લા કલેકટરે ટ્વીટ કરીને આગામી 2 દિવસ તા.14, 15ના રોજ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો, શાળા, કોલેજોમાં જાહેર રજા આપવામાં આવી છે.










