• તા. 12થી 14મી જૂન સુધી શાળા પ્રવેશોત્સવમાં 16,221 બાળકોને પ્રવેશ અપાશે

  • મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિતનાઓ વર્ચ્યુઅલી જોડાયા
  • શિક્ષણ વિભાગના અધીકારીઓ સાથે બેઠક યોજાઈ હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 12મીથી 14મી જુન દરમિયાન ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાનાર છે. જે અંતર્ગત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજયના તમામ કલેકટર અને શિક્ષણ વિભાગના અધીકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર સહિતનાઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના અધીકારી અને પદાધીકારી સાથે શાળા પ્રવેશોત્સવ બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી કલેકટર કે.સી.સંપત, જિલ્લા વિકાસ અધીકારી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત, જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી શીલ્પાબેન પંડયા, જિલ્લા શિક્ષણાધીકારી કે.એન.બારોટ સહીત અધીકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. અને આયોજનની પુર્વ તૈયારીઓ વીશે જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અપાયુ હતું. જિલ્લામાં ધો. 1માં 1848, બાલવાટીકામાં 14,234 મળી કુલ 16,221 બાળકોને પ્રવેશ અપાશે. જયારે જ્ઞાનસેતુ, જ્ઞાનશકતી રેસીડેન્સીયલ સ્કૂલોમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી પ્રવેશ પાત્ર બનેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાનાર છે.


  • Follow us on: