અમદાવાદની ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ગરકાવ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ સ્કોર્પિયો કારમાં 3 વ્યક્તિ બેઠેલા હોવાનું સ્થાનિકોએ અનુમાન લગાવ્યું છે. યુવકો કેનાલ પાસે રીલ બનાવતા હોવાનું અનુમાન છે અને રીલ બનાવતી વખતે સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી છે. આ દરમિયાન સ્થાનિકોએ 2 યુવકોને પાણીમાં તણાતા જોયા છે.


[[$googlead]]

રીલ બનાવતી વખતે સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી

તમને જણાવી દઈએ કે કાર કેનાલમાં ખાબકી હોવાની જાણકારી ફાયર બ્રિગેડને તાત્કાલિક કરવામાં આવતા ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિકોના અનુમાનના આધારે ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ હાથ ધરી છે. આ રેસ્ક્યુ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે કાર કેનાલમાંથી બહાર કાઢી છે. 

[[$alsoread]]

3500 રૂપિયામાં 4 કલાક માટે કાર ભાડે લાવ્યા હતા

મળતી માહિતી મુજબ સ્કોર્પિયો કાર ભાડે લાવ્યા હતા, 3500 રૂપિયામાં 4 કલાક માટે કાર ભાડે લાવ્યા હતા. સ્કોર્પિયો કાર સેલ્ફ ડ્રાઇવ માટે ભાડે લીધી હતી અને 4 મિત્રો કાર લઈને ગયા હતા, જો કે દુર્ઘટના સમયે એક મિત્ર નીચે ઉભો હતો. આ યુવાનોના નામ યક્ષ ભંખોડિયા, યશ સોલંકી, ક્રિશ દવે હોવાનું માલુમ પડ્યું છે. સ્થાનિકોએ 2 યુવકોને પાણીમાં તણાતા પણ જોયા છે અને હાલમાં ફાયર બ્રિગેડે કેનાલમાં યુવાનોની શોધખોળ હાથ ધરી છે. વિસલપુર નજીક યુવકો હોવાનું લોકેશન મળ્યું અને તે જગ્યા પર જવા માટે ફાયરની ટીમ રવાના થઈ છે. 

  • Follow us on: