ભાવનગરના ઘોઘા ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા છે અને તેના કારણે ગામ સુધી પાણી ઘૂસી આવ્યા છે, પ્રોટેક્શન વોલ ઘણા સમયથી તૂટી જતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે, દરિયામાં ભરતીના કારણે પાણી ગામમાં ઘૂસ્યા છે અને ઘોઘા ગામમાં દરિયાના પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.
સરકારને વારંવાર ગ્રામજનોએ રજૂઆત કરી છતા નિરાકરણ નહીં
તો સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકારને પ્રોટેકશન વોલ બનાવવા માટે વારંવાર રજૂઆત કરી છે તેમ છત્તા તેનું નિરાકરણ આવતુ નથી, ઘોઘા ગામ એટલે 48 ગામડાનો માલિક છતાં ઘોઘા ગામની અંદર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ઘોઘામાં ફરી એક વાર લોકોના ઘરોમાં દરિયાઈ પાણી ફરી વળ્યા છતાં પણ હજુ તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરતુ નથી, દરિયાના પાણી ગામમાં ન ઘુસી જાય તે માટે બનાવવામાં આવેલ પ્રોટેક્શન દીવાલ ઘણા લાંબા સમયથી તૂટી જતા અનેક વિસ્તારોમાં હાઈ ટાઇડ વખતે ફરી વળે છે દરિયાના પાણી.
1100 મીટરની લાંબી દરિયાઈ દીવાલ ત્રણ વિભાગોમાં વહેંચાયેલી
141 મીટર દીવાલનો કબ્જો ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસે જ્યારે 446 મીટરનો ચાર્જ જિલ્લા પંચાયત ભાવનગર હસ્તક અને 403 મીટરનો ચાર્જ અલંગ મરીન પાસે છે, દરિયાઈ સુરક્ષા દીવાલ બનાવવા ત્રણેય વિભાગ એક સાથે સહમત થાય તો આ દરિયાઈ સુરક્ષા દીવાલનું કામ થઇ શકે છે, ઘોઘા ગામની અંદર અવાર નવાર લોકોના ઘરો સુધી જે દરિયાના પાણી ઘુસી જાય છે તેમાંથી લોકો ને છુટકારો મળી શકે છે, સુરક્ષિત દીવાલ બને તો ગ્રામજનોને દરિયાઈ પાણી ઘુસી જવાની સમસ્યામાંથી મળશે રાહત.









