- ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરુ થઈ
- વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું
- મતવિસ્તારના લોકોનો જ આ નિર્ણય છે : ધર્મેન્દ્રસિંહ
ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરુ થઈ છે. જેમાં આજે વધુ એક MLAએ રાજીનામું આપ્યુ છે. તેમાં વાઘોડિયા અપક્ષ MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યુ છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને વિધાનસભા ભવનમાં રાજીનામું આપ્યું છે. વિજય મુહૂર્તમાં રાજીનામું આપ્યુ છે.
હિંદુ ધર્મ સાથે મારી લાગણી જોડાયેલી છે: ધર્મેન્દ્રસિંહ
વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા પહેલા જણાવ્યું હતુ કે વિસ્તારના લોકોની લાગણીને માન આપી રાજીનામુ આપ્યુ છે. મોદી સાહેબના હાથ મજબુત કરવાના છે. રાજીનામું આપવાનું બીજું કોઇ કારણ નથી. મતવિસ્તારના લોકોનો જ આ નિર્ણય છે. અયોધ્યામાં રામલલા બિરાજમાન થયા છે. હિંદુ ધર્મ સાથે મારી લાગણી જોડાયેલી છે. પક્ષ અને જનતા કહેશે તો હું ચૂંટણી લડીશ. તેમજ મારી વાઘોડિયાની જનતાનો આ અભિપ્રાય છે. હરણી દુર્ઘટના ખૂબ જ દુઃખદ હતી. એ શોકને કારણે જ આટલા દિવસ રાજીનામું ન આપ્યુ.
12.39 કલાકે ધર્મેન્દ્રસિંહે મને રાજીનામુ સોંપ્યુ: વિધાનસભા અધ્યક્ષ
થોડા દિવસમાં હું ભાજપમાં જોડાઇશ. ભાજપમાં હતો અને ભાજપમાં જોડાઇશ. તેમજ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું છે કે ધર્મેન્દ્રસિંહે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યુ છે. 12.39 કલાકે ધર્મેન્દ્રસિંહે મને રાજીનામુ સોંપ્યુ છે.
જાણો કોણ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા
ધર્મેન્દ્રસિંહ વાઘેલા ક્ષત્રિય રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે. તેઓ વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ઓળખ ધરાવે છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2022માં અપક્ષમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. તેઓ વાઘોડિયા બેઠક પર દિગ્ગજ નેતા મધુ શ્રીવાસ્તવને હરાવી ચૂક્યા છે. તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા.









