ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરક્ષામાં કરાયો વધારો કરવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમના MD તેમજ SRPFના સેનાપતિ અને જિલ્લાના પોલીસ અધિકારીઓ વચ્ચે તાત્કાલિક મીટીંગનું આયોજન કરાયું હતું.
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ નિર્દોષ ભારતીય પ્રવાસીઓને મારી નાખ્યા હતા ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ છે. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ અનેક પાકિસ્તાનના આંતકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને આંતકીઓના અડ્ડા ઉપર હુમલા કર્યા છે.
નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો
પાકિસ્તાનને ભારતે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય સેના પાકિસ્તાનની શાન ઠેકાણે લાવી દીધી છે . ત્યારે હાલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવભરી સ્થિતિ છે તેવામાં ગુજરાત રાજ્યની જીવાદી સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સુરક્ષામાં પણ સાવચેતીના ભાગરૂપે વધારો કરી દેવામાં આવ્યો છે.
પ્રવાસોઓનું ચેકિંગ કરવામાં આવ્યું
સરદાર સરોવર નર્મદા ડેમ અને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના આવવા જવાના રસ્તા ઉપર તેમજ અન્ય જે સુરક્ષા પણ છે ત્યાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અહીંયા આવતા જતા પ્રવાસોનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને અને વાહનો જે છે તેઓનું પણ કડક હાથે પોલીસ અને SRPFના જવાનું અને CISFના જવાનો ચેકિંગ કરી રહ્યા છે આ અંગે નર્મદા જિલ્લાના એસપી પ્રશાંત શુંબે જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.