- આરોપીઓને પેપર્સ સોંપાયેલા પણ બેદરકારીથી તે ગુમાવ્યા છે : કોર્ટ
- તમામ દસ્તાવેજોની નવેસરથી કોપી કરવામાં લાખ્ખોનો ખર્ચ થાય
સિરીયલ બ્લાસ્ટ કેસના મુખ્ય સૂત્રધાર યાસીન ઉફ્ર્ વસીમ સમસુદ્દીન સીદીબાબા ઉફ્ર્ યાસીન ભટ્ટકલ અને અબ્દુલ સુભાન કુરેશીએ ચાર્જશીટની નકલો મેળવવા માટે કરેલી અરજી ખાસ જજ હરેશકુમાર એચ.ઠક્કરએ ફ્ગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ છે કે, આરોપીઓને જે તે વખતે કેસના તમામ પેપરો આપ્યા હતા. આરોપીઓને આપવામાં આવેલા પેપર બેદરકારીભરી રીતે કોર્ટમાં મુકી દીધેલા હોય તો તેમની ભૂલ છે. આ માટે મોટા જથ્થામાં ફ્રીથી ફરિયાદીપક્ષ પેપર્સ પુરા પાડે તે શક્ય નથી. આરોપીઓને ફ્રીથી કેસ પેપર્સ આપવામાં આવે તો લાખ્ખો રૂપિયાનો ખર્ચ થાય તેમ છે.
26 જુલાઇ 2008ના રોજ થયેલા સિરીયલ બ્લાસ્ટ કેસમાં આરોપી મોહંમદએહમદ ઉફ્ર્ શાહરખ ઉફ્ર્ યાસીન ભટ્ટકલ તરફ્થી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, સુરતના બ્લાસ્ટના કાવત્રાના કેસોમાં આરોપી તરીકે મારા નામનો ઉલ્લેખ કર્યો છે. જયારે અમદાવાદના સિરીયલ બ્લાસ્ટના કેસોમાં આરોપી તરીકે પણ મારું નામ છે.










