• શહેરના ટોપ થ્રી સિનેમા સામે આવેલ ગોકુળધામ સોસાયટીમાં પોલીસનો દરોડો
  • મહિલા સહિત પુરૂષો જાહેરમાં જુગાર રમતા હતા ને પોલીસે ખેલ પાડી દીધો
  • પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂ. 24,800 કબજે લઈ જુગારીઓ સામે ગુનો નોંધ્યો

ભાવનગ૨ ટોપ થ્રી સિનેમા સામે, ગોકુળધામ સોસાયટીનાં દિવાલ પાસે જાહેર જગ્યામાં બેસીને મહિલાઓ સહિત ગંજીપત નાં પાનાં-પૈસા વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રોકડ રૂ.24,800નાં મુદ્દામાલ સાથે ત્રણ મહિલા સહિત 7 વ્યક્તિઓને ઝડપી લઈને ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો હતો. જુગાર રમતા પકડાયેલ આરોપીઓમાં ધર્મેશ ઉર્ફે ભુરો નરેશભાઇ માંડલીયા (ઉ.વ.32 રહે.ફ્લેટ નંબર-306, વીંગ-કે,ગોકુળધામ સોસાયટી, ટોપ થ્રી સિનેમા સામે, ભાવનગર), દિનેશભાઇ ઉર્ફે ભપ્પી ભીખાભાઇ પ્રજાપતિ (ઉ.વ.40, રહે.ભુરાભાઇ વશરામભાઇ ભરવાડનાં મકાનમાં, સરદારસિંહ ચાલીમાં, કાળુભા રોડ, ભાવનગર), ભુપતભાઇ કાળુભાઇ મકવાણા (ઉ.વ.50 રહે.ઘોઘારીનગર,ટેલીફોન એકસચેજ પાસે, સિંધુનગર પાસે, ભાવનગર), નરેશભાઇ ગોરધનદાસ માંડલીયા (ઉ.વ.60 રહે. સોનીની સેનેટરી, સરદારસિંહ ચાલીમાં, કાળુભા રોડ, ભાવનગર), વિલાસબેન ઉર્ફે મીરા જસુભાઇ ઉદેસીંગ રાઠોડ ઉ.વ.35 રહે.ફ્લેટ નંબર-306, વીંગ-એન,ગોકુળધામ સોસાયટી,ટોપ થ્રી સિનેમા સામે, ભાવનગર), દક્ષાબા રણજીતસિંહ ભુપતસિંહ ચુડાસમા (ઉ.વ.40 ૨હે. ૨હે.ફ્લેટ નંબર-102, વીંગ-બી,ગોકુળધામ સોસાયટી, ટોપ થ્રી સિનેમા સામે, ભાવનગર), મંજુલાબેન શાંતિલાલ જમનાદાસ ભડીયાદા (ઉ.વ.62 ૨હે.બ્લોક નં.11,રુમ નં.260, ત્રણ માળીયા, આનંદનગર, ભાવનગર)ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  • Follow us on: