અમરેલી જિલ્લામાં ચોમાસુ સીઝનનો સારો વરસાદ પડ્યો છે અને અમરેલી જિલ્લાના 11 તાલુકાઓમાં આવેલા નાના-મોટા ચેકડેમ છલકાઈ ગયા છે. અમરેલી જિલ્લાના અનેક તાલુકાના જળાશયો સીઝનનો બીજી વખત છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. 


[[$googlead]]

અમરેલીમાં વરસાદથી ડેમોમાં પાણીની આવક 

અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ થયો છે. જેના કારણે અનેક ડેમ ભરાઈ ગયા છે. ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બગસરાનો મુંજયાસર ડેમની સપાટી 24 30 ફૂટ થઈ છલકાવવામાં માત્ર પા ફૂટ બાકી અને 98.50 ટકા ભરાઈ ગયો છે. બગસરાના મુંજયાસર ડેમની સપાટી 24.50 કુલ છે જેમાં હાલમાં સપાટી 24.30 ફૂટ થઈ છે. આ ડેમની ઓવરફ્લોની તૈયારીમાં છે, જેથી બગસરાના 5 ગામો અને અમરેલીના 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બગસરા, જામકા, સનાળિયા, જેઠીયાવદર, સિલાણા, ટિબલા, પાણિયા, મોટા માંડવડાં, બાબાપુર, અને ગાવડકા ગામોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા તાકીદ કરવામાં આવેલી છે.

[[$alsoread]]

અમરેલીમાં માંગવાપાળ ગામે વડી ડેમ છલકાયો 

અમરેલીમાં માંગવાપાળ ગામે વડી ડેમ છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી વડી ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે વડી ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી વડી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામનો સાવચેત રહેતા સૂચના અપાઈ છે. અગાઉ સૌની યોજના અંતર્ગત પાણી ભરાયું હતું જેના પગલે અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. હાલ માંગવાપાળ, વરૂડી, ચાપાથળ ગામને એલર્ટ કરાયા છે. 4 વર્ષ બાદ વડી ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: