અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો વકર્યો છે.અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક સપ્તાહમાં વાયરલ ફીવરના 604 કેસ,શરદી-ઉધરસના 665 કેસ,ઝાડા-ઉલટીના 147 કેસ,ટાઈફોઈડના 14 કેસ, ડોગ બાઈટના 220 કેસ નોંધાયા છે.ત્યારે 1 મહિનામાં પીવાના પાણીના 8964 સેમ્પલ લેવાયા છે.8964 સેમ્પલમાંથી 899 સેમ્પલ ફેલ નીકળ્યા છે જેને લઈ આરોગ્યવિભાગ કામગીરી કરી રહ્યું છે.


ડબલ ઋતુના કારણે કેસમાં વધારો

હાલમાં બે સિઝન ચાલી રહી છે,બપોરે અને રાત્રે બફારો અનુભવાય છે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે,ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોગચાળો વકરી રહ્યો છે,વાયરલના કારણે આ રોગચાળો વકરી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્રારા અલગ-અલગ ગામોમાંથી પાણીને સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને દવાનો છંટકાવ કરી ફોંગિગ પણ કરવામા આવી રહ્યું છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

ડેન્ગયુ એટલે શું

ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

  • Follow us on: