- વિવિધ અલંકાર ભગવાન શામળીયાને પહેરાવવામાં આવ્યા હતા
- શામળીયાને સુંદર વાધામાં સુશોભિત કરવામાં આવ્યા હતા
- હજારો ભક્તોએ કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાના ભગવાન શામળીયાના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ભક્તોનું ધોડાપુર ઉમટયું હતું. ભગવાન શામળીયાને સુંદર વાધામાં સુશોભિત કરવામાં આવ્યા હતા. વિવિધ અલંકાર ભગવાન શામળીયાને પહેરાવવામાં આવ્યા હતા. મંદિરના ગર્ભગૃહને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શામળાજી પોલીસે મંદિર પરિસરમાં તથા બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.










