• અમદાવાદમાં અદાણી નિવાસે મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની

  • ઉદ્ઘાટનના ફોટોગ્રાફ્સ ખુદ શરદ પવારે ટ્વિટ કર્યા હતા
  • અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમનના ફોટોગ્રાફ્સ પણ ફરતા થયા

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા અને વરિષ્ઠ રાજકારણી શરદ પવારે શનિવારે અમદાવાદ પહોંચી ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે લેક્ટોફેરીન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં આ બંનેની મુલાકાત ફરી એક વાર રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. શરદ પવારે વાસણા, ચાંચરવાડી ખાતે પોતે ગૌતમ અદાણી સાથે દેશના પહેલા લેક્ટોફેરીન પ્લાન્ટ એક્ઝીમપાવરનું ઉદ્ઘાટન કરવાનો વિશેષાધિકાર મળ્યાનું ટ્વિટ કર્યું હતું. સાથે આ પ્રસંગના બંને મહાનુભાવોના ફોટોગ્રાફ્સ પણ તેમણે પોસ્ટ કર્યા હતા. ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમનના ફોટોગ્રાફ્સ પણ ફરતા થયા હતા. સ્વાભાવિક જ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ આવેલા શરદ પવારે ગૌતમ અદાણીના નિવાસસ્થાને પણ તેમની સાથે બેઠક કરી હોવાના સમાચાર મળ્યા હતા.


  • Follow us on: