- કંપનીએ યોજેલા વોટિંગમાં 74 ટકા શેરહોલ્ડર્સે કંપનીના ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું
- સિમેન્સ લાર્જ ડ્રાઈવ્સ ઈન્ડિયાએ સિમેન્સ એજીની સબ્સિડિયરી છે
- શેરધારકોએ ઠરાવની વિરુદ્ધમાં મત આપ્યાં હતાં
દેશના શેરબજારોમાં લિસ્ટેડ એન્જિનિયરિંગ કંપની સિમેન્સના શેરધારકોએ કંપનીને તેના લો-વોલ્ટેજ મોટર્સ અને ગિઅર્ડ મોટર્સ બિઝનેસને પેરન્ટ કંપની સિમેન્ટ લાર્જ ડ્રાઈન્સ ઈન્ડિયાને વેચાણ માટે સ્પષ્ટ ના પાડી છે. સિમેન્સ લાર્જ ડ્રાઈવ્સ ઈન્ડિયાએ સિમેન્સ એજીની સબ્સિડિયરી છે. શક્રવારે એક્સચેન્જને એક ફાઇલિંગમાં સિમેન્સે જણાવ્યું હતું કે કંપની અને સિમેન્સ લાર્જ ડ્રાઈવ્સ ઈન્ડિયા વચ્ચેના ટ્રાન્ઝેક્શન્સને મંજૂર કરવા માટે હાથ ધરવામાં આવેલા વોટિંગમાં 73.91 ટકા શેરધારકોએ ઠરાવની વિરુદ્ધમાં મત આપ્યાં હતાં.
માર્કેટ તરફથી સિમેન્સના વેચાણને કંપનીના હિત વિરુદ્ધનું ગણાવાઈ રહ્યું હતું. કંપનીના બોર્ડે ઠરાવને મંજૂરી આપ્યાંના દિવસે સિમેન્સનો શેર 9 ટકા જેટલો તૂટયો હતો. એનાલિસ્ટ્સના મતે સિમેન્સ તેના યુનિટનું વેચાણ અન્ય સિસ્ટર કંપનીને અતિ ડિસ્કાઉન્ટ પર કરવા માગતી હતી. કંપનીએ તેના ફાઇલિંગમાં જણાવ્યું હતું કે અમે ઉપરોક્ત બાબતે સભ્યો પાસેથી 23 જૂને, 2023ના રોજ પોસ્ટલ બેલોટ નોટિસ મારફતે મંજૂરીની માગ કરી હતી. જોકે, અમારા 28 જુલાઈ, 2023ના લેટર મુજબ વોટિંગ પરિણામોએ કંપનીના ઠરાવને મંજૂરી આપી નથી. વોટિંગ 29 જૂને શરૂ થયું હતું અને 28 જુલાઈએ એક મહિને પૂરું થયું હતું. સિમેન્સના બોર્ડે 19 મેના રોજ તેના બિઝનેસ વર્ટિકલને રૂ. 2,200 કરોડમાં સિમેન્સ લાર્જ ડ્રાઈવર્સને વેચવા માટે મંજૂરી આપી હતી. કંપનીના ઠરાવ સાથે ડિરેક્ટર્સની ચાર નિમણૂકો અને પુનઃનિમણૂકો માટે પણ વોટિંગ કરાયું હતું.










