શિનોર તાલુકાના સાધલી મુકામે તળાવની પાળ ઉપર માત્ર રૂા.20ની લાલચે ગ્રામ પંચાયત દ્વારા બિનઅધિકૃત રીતે રોજગારી માટે લારીના બદલે વિશાળ માંડવા બંધાવેલા છે. ત્યાં આવેલા ટ્રાન્સફોર્મરની નીચે તા.20 મે-25 મંગળવારે રાતે આગનો મોટો ભડકો થયો હતો. જોકે અન્ય કોઈ નુકસાન થયાનું જાણવા મળેલ નથી.
તા.20 મે-25 રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં અવાખલ રોડ તરફ્ તળાવની પાળ ઉપર બાંધેલા બિનઅધિકૃત વિશાળ માંડવા પાસે વીજ ટ્રાન્સફેર્મરની નીચે કોઈ વિઘ્નસંતોષી દ્વારા માંડવાની બાજુમાં વીજ કંપનીના ટ્રાન્સફેર્મરની નીચે અને બાજુમાં જ વેસ્ટનો મોટો ઢગલો પડયો હતો. ત્યાં આગ લગાડાઇ હતી. જોકે આ સમયે સખત ગરમી હોવા ઉપરાંત પવન બિલકુલ ન હોવાથી આગ વધુ ફેલાઇ નહોતી. આગથી કોઈને નુકસાન થયું હોત તો, તેના માટે જવાબદાર કોણ ? તેવા સવાલ ઉઠયાં છે.










