- ડીઆરડીઓની એક ટીમ પણ ઘટનાની જાણ થતાં જ આ વહાણ પર પહોંચી
- અધિકારીઓએ જણાવ્યું હતું કે કરાચી જનારા આ વહાણને શકના આધારે
- કોસ્મોસ એન્જિનિયરિંગ પાક.નું ડિફેન્સ સપ્લાયર છે
દેશની સુરક્ષા એજન્સીઓએ મુંબઈના નહાવા શેવા પોર્ટ પર ચીનથી પાકિસ્તાન જઈ રહેલાં એક જહાજને રોક્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કરાચી જનારા આ વહાણને શકના આધારે રોકવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર આ વહાણમાં કેટલોક એવો શંકાસ્પદ સામાન મળ્યો છે કે જેનો ઉપયોગ પાકિસ્તાનના પરમાણુ અને બેલાસ્ટિક મિસાઇલ કાર્યક્રમ માટે કરવામાં આવી શકે તેમ હતો. ભારતીય પોર્ટમાં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલી શંકાસ્પદ સામગ્રી મળવાથી ખળભટાટ મચી ગયો છે. અહેવાલો અનુસાર ગુપ્ત બાતમી મળ્યા બાદ કસ્ટમ અધિકારીઓએ એક કોમ્પ્યૂટર ન્યૂમેરિકલ કન્ટ્રોલ મશીન સહિતના આ કન્સાઇનમેન્ટની તલાશ લીધી હતી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ની એક ટીમ પણ ઘટનાની જાણ થતાં જ આ વહાણ પર પહોંચી ગઈ હતી અને તેણે પણ સમગ્ર કન્સાઇનમેન્ટની ચકાસણી કરી છે. આ ટીમે જણાવ્યું હતું કે આ કન્સાઇનમેન્ટનો ઉપયોગ પાકિસ્તાન પોતાના પરમાણુ કાર્યક્રમ માટે કરી શકે છે. મુંબઈ પોર્ટમાં જે વહાણને રોકવામાં આવ્યું છે તેમાં એવું કન્સાઇમેન્ટ હોવાની શંકા છે જેનો ઉપયોગ પાકિસ્તાન પોતાના પરમાણુ અને બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં કરી શકે છે.
કોસ્મોસ એન્જિનિયરિંગ પાક.નું ડિફેન્સ સપ્લાયર છે










