- બાવકા મંદિર હિરલાવ તળાવ નજીક એક નાની ટેકરી પર આવેલું છે
- સતયુગ દરમિયાન બનાવેલા મંદિર પર દેવી દેવતાઓએ કળિયુગનું વર્ણન કર્યું હતું
- ગરબાડા તાલુકામાં આવેલું બાવકાનું શિવ મંદિર દેવદાસીએ એક જ રાતમાં બાંધ્યું હતું
ગરબાડા તાલુકામાં આવેલું બાવકા મંદિર એક રાત્રિ દરમ્યાન બનાવામાં આવ્યું હતું. સવાર થતાં મંદિરનું કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. જેથી આ મંદિર અત્યાર સુધી પણ ઉપરથી ખંડિત છે. મંદિરના આસપાસના પીલર પર સતયુગ અને કળિયુગ દર્શાવેલું છે. મંદિરના ઉપરના ભાગના પીલર પર સતયુગનો સમયનું વર્ણન કરેલું છે.
જયારે મંદિરના નીચેના પીલર પર કળિયુગનો સમય વર્ણવેલો છે. પૂર્વાભિમુખ એવું આ મંદિર પંચાયતન પ્રકારનું છે, જેમાં એક મુખ્ય મંદિર અને ચાર પેટામંદિરો તેની ચાર ઉપદિશામાં આવેલા હોય છે. રેતીયા પથ્થરો દ્વારા બનાવાયેલું મંદિર હવે ખંડિત અવસ્થામાં છે. સુણાકમાં આવેલા મંદિર જેવો જ પાયો તે ધરાવે છે પરંતુ તે મોટું કદ ધરાવે છે. મંદિરનો રંગમંડપ પણ ખંડિત અવસ્થામાં છે. શિખર પરની કોતરણી મિયાણીના મંદિર જેવી જ છે, જેથી તેનો સમય નક્કી કરવામાં મદદ થઇ હતી. તેની મૂર્તિઓ અને કોતરણીઓ પરથી પણ તેનો સમય નક્કી થયો છે.










