રાજુલા તાલુકાના હિંડોરડા ગામે સ્વ. ભોળાભાઈ સવદાસભાઈ પટાટ પરિવાર દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો આરંભ કરાયો છે.જે આગામી તારીખ 5 સુધી ચાલશે. કથાના વક્તા ડો. મહાદેવ પ્રસાદ નેતા વિદ્યા વાસંતી દ્વારા સંગીતમય કથાનું રસપાન કરાવશે


આ કથાના વક્તા મહાદેવ પ્રસાદ દ્વારા વિવિધ પ્રસંગો કપિલ પ્રાગટય નૂરસિંહ જન્મ વામન જન્મ શ્રી રામ જન્મ શ્રીકૃષ્ણ જન્મ શ્રી ગોવર્ધન ઉત્સવ રૂક્ષ્મણી વિવાહ અને કથાનો ની વર્ણન કરવામાં આવશે આ કથામાં ઠાકોરજીની જાન દેવકા મુકામે જાડેરી જાનથી હિંડોરડા કાળુભાઈ વાસુભાઈ વાવડીયા કનૈયા ની જાનકથા સ્થાને આવશે શ્રી ભગવાનનો સામૈયું અને જાનડીઓ લગ્ન ગીતોની જમાવટ કરશે ,આ પ્રસંગે દીપ પ્રાગટય નિર્મોહી અખાડાના મહંત રાજેન્દ્ર બાપુ તથા રામાપીર ની જગ્યાના બીજલ ભગત ખાંભલીયાના હસ્તે રાખવામાં આવેલ છે. કથામાં સંતો મોંઘીમાની જગ્યાના મહંત જીણા રામ બાપુ તથા ધનસુખ બાપુ ઠવી વીરડી હરિકૃષ્ણદાસ સ્વામી મહંત દ્રોણેશ્વર ગુરુકુળ પ્રકાશભાઈ જોશી પુજારી માનાગઢ સંત સંત દેવીદાસ ની જગ્યા ડેડાણનાદેવેન્દ્રદાસ બાપુ વિગેરે હાજર રહેશે. રાત્રિના તારીખ 2.4.25 ના રાત્રે 9:00 કલાકે માતાજીના ભેળીયા સપાકડા ના લોકસાહિત્યકાર ઉદયભાઇ ધાધલ તથા લોકગીતોની રમઝટ જશુબેન આહીર ડાયરાની જમાવટ કરશે


  • Follow us on: