- સિદ્ધાર્થ પટેલે ભાજપની જીતનો નારો લગાવ્યો
- જાહેર મંચ પરથી બોલ્યા અબ કી બાર ભાજપ સરકાર
- કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલના આ નિવેદનથી સૌ સ્તબ્ધ
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં સિદ્ધાર્થ પટેલની જીભ લપસી હતી. જાહેર મંચ ઉપરથી બોલ્યા અબકી બાર ભાજપ સરકાર. કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલના જાહેર મંચ પરના આ નિવેદનને લઈ સૌ સ્તબ્ધ થયા હતા.
થોડા દિવસ પહેલા વલસાડના કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલની જીભ લપસી હતી
વલસાડના ધરમપુર પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો ભાજપ પ્રેમ જોવા મળ્યો હતો. કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ધરમપુર ખાતે સંકલ્પ લઈ ભાજપને 5 સીટ જીતશેનું નિવેદન આપ્યું હતું. જોકે તુરત જ દિનેશ પટેલે નિવેદન બદલી કોંગ્રેસ જીતશે કહ્યું હતું.









