- પાંથાવાડાની ગુંદરી બોર્ડરથી શંકાસ્પદ ચાંદી ઝડપાઈ
- રાજસ્થાન થી ગુજરાતમાં પ્રવેશ કરતી કારમાં તપાસ
- પોલીસે કાર ચાલકને ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે કર્યો
બનાસકાંઠા જિલ્લામાં થઈને ગુજરાતમાં ચાંદીના બિન હિસાબી જથ્થા સાથે પ્રવેશ કરતી એક કારને રોકીને પોલીસે કાર્યવાહી કરી છે. ગુંદરી ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી આવતી એક કારને પોલીસે શંકાસ્પદ જણાતાં રોકીને તલાશી લીધી હતી. કારમાંથી પોલીસે કારમાંથી ચાંદીનો મોટો જથ્થ બિનહિસાબી મળી આવતા જપ્ત કર્યો હતો.
ગુંદરી ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ
બનાસકાંઠા જિલ્લાના સરહદો પરથી રાજ્યમાં નશીલા પદાર્થો ઘુસાડવામાં આવતા હોય છે. આ ઉપરાંત રોકડ અને કિંમતી ચીજ પણ ઘુસાડવામાં આવતી ઝડપાઈ રહી છે. આવી જ રીતે થોડાક દિવસ અગાઉ ખાનગી બસના કંડક્ટર પાસેથી રોકડ રકમના બંડલ ઝડપાયા બાદ હવે ચાંદીનો જથ્થો ઝડપાયો છે. ગુંદરી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યુ હતુ. એ દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતી કારને અટકાવીને તપાસ હાથ ધરી હતી.
શંકાસ્પદ ચાંદી ભરેલી કાર ઝડપાઈ હતી
આ દરમિયાન પાંથાવાડાની ગુંદરી બોર્ડર પરથી શંકાસ્પદ ચાંદી ભરેલી કાર ઝડપાઈ હતી. પોલીસે ચાંદીના મોટા પ્રમાણમાં ઘરેણાંનો જથ્થો જોતા અને તેના પુરાવા કાર ચાલક પાસે નહીં હોવાને લઈ પોલીસે તેને જપ્ત કર્યા હતા. કારનો ચાલક વિશાલ તુલસીદાશ વ્યાસ, રહે નાથદ્વારા જિ. રાજસમંદ, રાજસ્થાન કાર લઈને મંડારથી ગુજરાતમાં આ જથ્થો લઇને આવી રહ્યો હતો. પોલીસે 43.50 લાખની ચાંદીનો જથ્થો જપ્ત કરીને તપાસ હાથ ધરી છે.









