• સ્પા સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી

  • અનૈતિક ગોરખધંધાને ડામવાની કાર્યવાહી
  • પોલીસ દ્વારા સ્પા સંચાલકો ઉપર રાજ્યવ્યાપી દરોડા

હાલ રાજ્યમાં ગુજરાત પોલીસનો સિંઘમ અવતાર સામે આવ્યો છે. છેલ્લા 2 દિવસમાં ગૃહ વિભાગની સૂચનાથી રાજ્યવ્યાપી ઓપરેશન ચલાવી 150 જેટલા આરોપીઓની અટકાયત કરી દેહવ્યાપારના ગોરખધંધા ચલાવતા અનૈતિક તત્વોમાં ફફડાટ ગુજરાત પોલીસે પોતાનો ભય પેસાવી દીધો છે. આ ઉપરાંત સુરતના ઓલપાડમાંથી પણ આજે એક કૂટણખાનું ઝડપાયું હતું. જેમાં સાયણ ગામે દેહવ્યાપારની અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ઓરિસ્સાના એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં ગુજરાતના ખૂણે ખૂણે સ્પા સેન્ટરો પર પોલીસ ત્રાટકી હતી તેમજ સ્પા સંચાલકોની ઊંડી તપાસ હાથ ધરી હતી. હકીકતે હાલના દિવસોમાં ગુજરાતમાં સ્પાના ઓઠા હેઠળ દેહવ્યાપાર થતું હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે રાજ્યમાં આ અનૈતિક ધંધાઓને બંધ કરાવવાની સભ્ય સમાજની ઘણાં લાંબા સમયથી લાગણી હતી. ગુજરાત સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી 150 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત બે દિવસથી ચાલી રહેલ સ્પેશિયલ ડ્રાઈવમાં રાજ્યભરમાં પોલીસે 242 આરોપીઓ સામે 169 ગુનાઓ દાખલ કરી 150 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા 32 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[[$googlead]]

આ ઘટનાની માહિતી પ્રમાણે રાજ્યમાં દેહ વ્યાપારની પ્રવૃતિઓને બંધ કરવાની સ્પેશિયલ ડ્રાઈવમાં બે દિવસમં 1600 સ્પામાં રાજ્યવ્યાપી દરોડા પાડી 110થી વધુ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જ્યારે 150 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ સ્પા સેન્ટરો તથા હોટલોનાં લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. હોટલ અને સ્પા સેન્ટરની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરાવવા અંગેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન અલગ અલગ 1600 સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.

[[$alsoread]]

હાલમાં ગુજરાતમાં અનેક શહેરોમાં સ્પા અને મસાજ સેન્ટરોનો રાફડો ફાટ્યો છે. ઘણીવાર આ સ્પામાં મસાજ પાર્લરના નામની આડમાં દેહવ્યાપારના ગોરખધંધા ચાલતા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ બંગાળ, નોર્થ ઈસ્ટ, મુંબઈ, દિલ્હી, પુણે, બેંગ્લોર જેવા મોટા સીટી અને દેશના અન્ય પ્રાંતોથી યુવતીઓને અહીં નોકરીના બહાને લાવી તેમના પાસેથી અનૈતિક કાર્યો કરાવી તેમનું શોષણ કરવામાં આવે છે. આજના સમયમાં આ અનૈતિક કાર્યોને ઢાંકવા માટે સ્પાના નામની આડ લેવામાં આવે છે. આ ગેરકાયદેસર પ્રવૃતિઓને બંધ કરાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે ડ્રાઈવ આજે પણ ચાલુ રહી હતી. ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી છેલ્લા બે દિવસ દરમિયાન 1600 સ્થળો ઉપર રાજ્ય વ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા.


  • Follow us on: