• સોલાર પ્લાન્ટમાં વળતરની લાલચ આપી કરી છેતરપિંડી
  • રોકાણ પર દર મહિને 10% ના વળતરની લાલચ 
  • પાંચ લોકોએ 90 લાખ ગુમાવ્યા 


સુરત: સોલાર પ્લાન્ટમાં રોકાણ પર દર મહિને 10% નું વળતર આપતી વેસુની સ્કાયનેટ એનર્જી બોગસ હોવાનું બહાર આવ્યું હતું. રોકાણ કરનાર પાંચ વ્યક્તિએ 90 લાખની છેતરપિંડીની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવી છે.

સોલાર પ્લાન્ટમાં વળતરની લાલચ આપી કરી છેતરપિંડી

શહેરના વેસુ ચાર રસ્તા પાસે આવેલી વેસ્ટન બિઝનેસ પાર્ક બિલ્ડિંગમાં સ્કાય એનર્જી માઇનિંગ ટેક પ્રા.લિ. કંપની દ્વારા રોકાણકારોને દર મહિને રોકાણ ઉપર 10% વળતરની લાલચ આપવામાં આવી હતી. જેથી રીંગ રોડના એકાઉન્ટ જીગ્નેશ દલાલે 11 લાખ રૂપિયા રોક્યા હતા ત્યારબાદ કંપનીએ કોરાનાનું બહાનું આગળ ધરી વળતર પણ બંધ કરી દીધું હતું. તપાસ દરમિયાન આ કંપની બોગસ હોવાનું બહાર આવતા એકાઉન્ટ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવા પહોંચ્યો હતો. આ યુવક ઉપરાંત બીજા ચાર લોકો પણ ભોગ બન્યાની ફરિયાદ કરવા પહોંચ્યા હતા પોલીસે હાલ 90 લાખની છેતરપિંડીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે


  • Follow us on: