• સુભાનપુરા MGVCL કચેરી બહાર વિરોધ
  • આપવીતી કહેતા મહિલાઓ રડી પડી
  • રોજે રોજ પૈસા ક્યાંથી લાવીએ : સ્થાનિક મહિલા

વડોદરામાં સ્માર્ટ મીટરનો ફરી વિરોધ શરૂ થયો છે. જેમાં વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણુ યોજી વિરોધ કરવામાં આવ્યો છે. તેમાં સુભાનપુરા MGVCL કચેરી બહાર વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આપવીતી કહેતા મહિલાઓ રડી પડી છે. તેમજ સ્થાનિક મહિલાએ જણાવ્યું છે કે રોજે રોજ પૈસા ક્યાંથી લાવીએ.

અનેક વિસ્તારમાં નાગરિકો હજી પણ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યાં છે

[[$googlead]]

વડોદરાના સુભાનપુરા સહિત અનેક વિસ્તારમાં નાગરિકો હજી પણ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં મહિલાઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા વીજ કંપનીની ઓફિસ પર પહોંચી હતી. વિરોધ દર્શાવતા મહિલાઓએ કહ્યું, અમને અમારા જૂના મીટર પરત આપો. સાદા મીટરમાં વીજના વપરાશ પછી બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું.

[[$alsoread]]

સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહતી

સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે. સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે, સાદા મીટરમાં વીજ ચોરી થઈ શક્તી હતી. પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે, સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે. સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહતી.


  • Follow us on: