- પ્રિ-પેઇડ વીજમીટરમાં ગ્રાહકે પહેલાં જ વીજ વપરાશના નાણાં ભરવા પડશે
- સ્માર્ટ મીટરને કારણે વીજગેરરીતિઓ, ચોરીની સમસ્યાને નિયંત્રિત કરવાનો પ્રયાસ
- રૂબરૂમા જઇને રીડીંગ લેવાની પ્રક્રિયામાંથી છુટકારો મળશે
આણંદ જિલ્લાના 8 તાલુકા આણંદ, બોરસદ, પેટલાદ, ખંભાત, ઉમરેઠ, સોજીત્રા, આંકલાવ, તારાપુર તાલુકામાં એક વર્ષમાં ઘરે-ઘરે દરેક વીજગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર રાષ્ટ્રિય કાર્યક્રમ હેઠળ સ્માર્ટ વીજમીટર લગાવવાની યોજના અમલી બનાવાઈ છે. આણંદ વર્તુળ કચેરી દ્વારા આ મુદ્દે પ્રાથમિક પ્રક્રિયા હાથ ધરી છે. જિલ્લાના 6.10 લાખ ગ્રાહકોને નિર્ધારીત સમયમાં વીજમીટર આપવા માટે આયોજન હાથ ધરાયુ છે. પ્રથમ આ મુદ્દે ટેન્ડરીંગની કામગીરી પૂર્ણ કરાયા બાદ સ્ય્ફઝ્રન્ ટીમ દ્વારા ગ્રાહકોને ત્યાં મીટર ફિટ કરાશે. જે સ્માર્ટ મીટરની ખાસિયત એ છે કે વીજકંપનીની કચેરીમાં બેઠા-બેઠા જે-તે ગ્રાહક નંબરના આધારે તેના વપરાશનું રિડિંગ લઇ શકાશે. જેથી કર્મચારીઓને દરેક ગ્રાહકના કનેકશનના સ્થળે રૂબરૂમા જઇને રીડીંગ લેવાની પ્રક્રિયામાંથી છુટકારો મળશે. છેલ્લા ઘણા સમયથી વીજ ગેરરીતિઓના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે સ્માર્ટ પ્રિપ્રેઇડ વીજ મીટર લગાવવાથી ગેરરીતિ દૂર થશે. વીજકંપનીને એડવાન્સ રકમ મળશે. બાકી વીજબીલો વસુલવા માટે ડિસકનેક્ટ કરવા કે જોડાણ કાપવાની પ્રક્રિયાનો અંત આવશે.










