ગુજરાતમાં રાજસ્થાનની બોર્ડરથી દારૂ ઘુસાડવામાં આવે છે અને બુટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા પણ હોય છે ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા મહેસાણાના ખેરાલુ પાસેથી કારમાં દારૂ ઝડપી પાડયો છે, પોલીસે કુલ 8.74 લાખનો દારૂ ઝડપ્યો છે અને દારૂ ઝડપી કારના ડ્રાઈવરને ખેરાલુ પોલીસને સોંપ્યો છે.
રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો દારૂ પકડાયો
મહેસાણાના ખેરાલુમાં SMCએ 8.74 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો છે, ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMCને બાતમી હતી કે કારમાં દારૂ આવી રહ્યો છે અને તેની વોચમાં એસએમસી બેઠી હતી અને દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે, વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 1510 બોટલ ઝડપી પાડવામાં આવી છે અને પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, રાજસ્થાનથી દારૂ અમદાવાદ લઈ જવાતો હતો અને પોલીસ ત્રાટકી હતી. રાજસ્થાનના કારચાલક જીતેન્દ્ર દરજીને પકડયો છે.
પોલીસે અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા
ઘટનાની જાણ થતાની સાથે લોકલ પોલીસ પણ તપાસ માટે પહોંચી હતી અને આરોપીની પૂછપરછ શરૂ કરી હતી, આ કેસમાં કુલ 3 આરોપીઓ હજી ફરાર છે અને એક આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે, પાન્છાથી હિરવાણી વચ્ચે વિદેશી દારૂ ભરેલી બ્રેઝા કાર સાથે ડ્રાઈવરને ઝડપી પાડયો છે, કારને રોકવા માટે આડા બેરિકેટ પણ મૂકવામાં આવ્યા હતા અને ઝડપી પાડયો દારૂ, તો ખેરાલુ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે,વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની આશરે 1510 બોટલ કિંમત રૂપિયા 8,74,786 રૂપિયા થાય છે.
ઝડપાયેલ એક આરોપી રાજસ્થાનનો છે
પોલીસની તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલો એક આરોપી રાજસ્થાનનો વતની છે અને બુટલેગરે તેના અમદાવાદ પાસિંગની કાર રાજસ્થાન મોકલી હતી અને ડ્રાઈવર તરીકે રાજસ્થાનના વ્યકિતને રાખ્યો હતો પોલીસે કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, દારૂ અમદાવાદમાં કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.









