• પીરવડલા સોસાયટીમાં બંધ ઘરને નિશાન બનાવ્યું

  • તસ્કરો સોના-ચાંદીના ઘરેણાં તફડાવી ફરાર થઈ ગયા
  • શ્રામજીવી પરિવારે વઢવાણ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી

વઢવાણની પીરવડલા સોસાયટીમાં રહેતો પરીવાર વેકેશન કરવા ભાવનગર ગયો હતો. ત્યારે બંધ ઘરને નીશાન બનાવી તસ્કરો ત્રાટકયા હતા. અને ઘરની તીજોરીમાંથી રૂપીયા 94,250ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી લઈ ગયા હતા. બનાવની વઢવાણ પોલીસ મથકે મકાન માલીકે ફરીયાદ નોંધાવી છે.

વઢવાણના વાઘેલા રોડ પર આવેલી પીરવડલા સોસાયટીમાં રહેતા 34 વર્ષીય હાજી મહમ્મદ ઈસ્માઈલભાઈ લાડકા મજુરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેઓનું સાસરૂ ભાવનગર હોવાથી પરીવારજનો ત્યાં ગયા હતા. જયારે તા. 9ના રોજ તેઓ પણ વઢવાણથી ટ્રેન દ્વારા ભાવનગર ગયા હતા. ત્યારે બંધ ઘરને નીશાન બનાવી તસ્કરો તેમના ઘરે ત્રાટકયા હતા. તસ્કરોએ રહેણાક મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડીને પ્રવેશ કર્યો હતો. ભાવનગરથી હાજીમહમ્મદભાઈ ઘરે આવતા તેઓને ચોરીની જાણ થઈ હતી. અને તપાસ કરતા ઘરમાં સામાન વેરવીખેર પડયો હતો. અને તીજોરીમાં રૂપીયા 94,250ના સોના-ચાંદીના ઘરેણા ચોરાયા હતા. બનાવની જાણ થતા વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા સહીતનો પોલીસ કાફલો ડોગ સ્કવોડ સાથે ધસી ગયો હતો. આ અંગે વઢવાણ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે હાજી મહમ્મદ ઈસ્માઈલભાઈ લાડકા ફરીયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ વઢવાણ પોલીસ ચલાવી રહી છે.


  • Follow us on: