ભરૂચમાં હાંસોટના ઇલાવ ગામે તસ્કરો બેફામ બન્યા છે,જેમાં 100 વર્ષ જુના પેલેસમાં તસ્કરો ત્રાટકયા છે અને પેલેસની બારી તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા છે,સાથે સાથે ચાંદીના દાગીનાની ચોરી કરી છે જેની કિંમત 1 લાખ 36 હજાર છે,સમગ્ર ઘટનાને લઈ હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ચાંદીના દાગીનાની સાથે રૂપિયાની પણ ચોરી કરી હોવાની વાત સામે આવી છે.
પોલીસે હાથધરી તપાસ
એક વર્ષ પહેલા સુધી પેલેસમાં માલિકના ભાઈ રહેતા હતા, પરંતુ તબિયત નાદુરસ્ત થતાં તેઓ મુંબઈ જતા રહ્યા હતા, જેના કારણે પેલેસ બંધ હાલતમાં હતો. 29 જાન્યુઆરીના રોજ ઘન બહેરામ ચાવી લેવા માટે વતનમાં આવ્યા હતા. જ્યારે તેમણે મકાનનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તસ્કરોએ પેલેસના પાછળના ભાગની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આ ઘટના અંગે હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
પોલીસે સીસીટીવી રોડ પરના ચેક કર્યા
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો,આસપાસ સીસીટીવી ના હોવાથી પોલીસને પણ તકલીફ પડી રહી છે,ત્યારે પોલીસે મુખ્ય રોડ પરના સીસીટીવીની તપાસ કરી છે,જે ચહેરા શંકાસ્પદ લાગે તેને લઈ તપાસ શરૂ કરી છે,પોલીસે FSL અને ડોગ સ્કોર્ડની પણ મદદ લીધી છે,ત્યારે આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસની ટીમ કામ કરી રહી છે,પેલેસમાં ચોરી થવી એ મોટી વાત છે,ત્યારે આરોપીઓ સુધી પોલીસ કેવી રીતે પહોંચે છે અને કયારે ઝડપાય છે તે જોવાનું રહ્યું.









