- દિવાલ સાથે જોડેલી તિજોરી કાપી નાંખી : ઘટના સીસીટીવીમાં કેદ
- દિવાલમાં ફિટ કરેલી 2.27 લાખ ભરેલી આખેઆખી તીજોરી ઉઠાવી જતા ચકચાર મચી
- ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે તસ્કરો સુધી પહોંચવાનાં ચક્રોગતીમાન કર્યા
કીમ ચોકડી પાલોદ ગામની સીમમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી તસ્કરો દિવાલમાં ફિટ કરેલી 2.27 લાખ ભરેલી આખેઆખી તીજોરી ઉઠાવી જતા ચકચાર મચી હતી.
પાલોદ ખાતે આવેલા સિલ્વર પ્લાઝામાં દુકાન નં-36,37માં આવેલી એનટેક્સ ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લીમીટેડમાં ફ્લિપકાર્ટ, મીન્ત્રા સહિત અન્ય કંપનીનાં પાર્સલો આવતા હોય જે પાર્સલો કીમ સહિત આસપાસ વિસ્તારોમાં ડિલીવરી કરવામાં આવે છે. ગત તા.26-03-2023નાં રોજ ઓફિસ મેનેજર સાર્થક શ્રીવાસ્તવ પોતાનાં કામથી બહાર ગયા હતો. ત્યારે ઓફિસનાં સુપરવાઇઝર રાહુલ શાહ ઓફિસમાં હિસાબનાં 2. 27 લાખ દુકાનામાં આવેલ લોકરમાં રાખીને નિકળી ગયા હતા.










