સુરતમાં ચરસ કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો. SOG પોલીસે ચરસ કેસમાં દિલ્હીના વોન્ટેડ આરોપીની ઝડપી લીધો. 40 લાખનું ચરસ મંગાવવાના કેસમાં SOG પોલીસે ફુઝેલ અન્સારીની ધરપકડ કરી. અગાઉ આ જ કેસમાં પોલીસે ફુઝેલની પત્નીની પણ ધરપકડ કરી હતી.


[[$googlead]]

SOGની કાર્યવાહી

રાજ્યમાં ગેરકાયદે ડ્રગ્સ ઘૂસાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. પોલીસ દ્વારા તમામ સ્તરે ચુસ્ત બંદોબસ્ત તેમજ સુરક્ષા રાખવા છતાં પણ નશાકારક પદાર્થોનું ગેરકાયદાકીય રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીથી સુરત ચરસ મંગાવાનના રેકેટનો પર્દાફાશ થયો. ચરસના દાણચોરી મામલે પોલીસ કડક કાર્યવાહી કરતાં શકમંદો પર નજર રાખી રહી છે. SOGએ ચરસની દાણચોરી મામલે દિલ્હીના વોન્ટેડ આરોપીને ઝડપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી. ધરપકડ કરાયેલ અફઝલ અનસારી લાંબા સમયથી પોલીસના શકમંદોની યાદીમાં છે. SOGએ કરી ફુઝેલ અન્સારીની ધરપકડ કરી.

[[$alsoread]]

ચરસ કેસમાં આરોપીની ધરપકડ

ચરસના કેસની તપાસ કરતી SOG પોલીસે દિલ્હીના વોન્ટેડ આરોપી અફઝલને ઝડપી પાડ્યો. જો કે અફઝલની પત્નીની પણ ચરસના કારોબારમાં સામેલ છે.અગાઉ દિલ્હી LCBએ આસ્મા બાનુંની ધરપકડ કરી હતી.અફઝલ અને આસ્મા હિમાચલથી સુરતમાં ચરસ મંગાવતા હતા. અને પતિ પત્ની ચરસના વેચાણના ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરી સુરતમાં મંગાવતા હતા. શહેરમાં 40 લાખનું ચરસ સુરતથી ઘૂસાડવામાં આવ્યું હતું જેને લઈને તપાસ ચાલી રહી હતી. આ કેસની તપાસમાં આજે SOG પોલીસે ફુઝેલ અન્સારીની ધરપકડ કરી. ફુઝેલની ધરપકડ બાદ પોલીસે આગળ કાયદાકીય હાથ ધરી.

શહેરમાં વધ્યો ડ્રગ્સનો કારોબાર

ડાયમંડ કિંગ કહેવાતું શહેર હવે ચરસ જેવા નશાકારક દ્રવ્યના ભરડામાં જઈ રહ્યું છે. ચરસ અને ગાંજા જેવા ડ્રગ્સનું વેચાણ વધ્યું છે. સામાન્ય નાગરિકો વધુ કમાણીની લાલચે ભોળવાય છે તો ડોક્ટર જેવા ઉચ્ચ શિક્ષિત લોકો પણ હવે આ કારોબારને પ્રોત્સાહન આપી રહ્યા છે. આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ડોક્ટરની ધરપકડ કરી. આ ડોક્ટર ડ્રગ્સ માફિયાને નકલી સર્ટિફિકેટ આપતા હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી.

  • Follow us on: