- રૂપિયા 61,600ની કિંમતનુ 616 ગ્રામ અફીણ જપ્ત કર્યું
- અફીણ, કાર, મોબાઈલ મળી કુલ 4.77નો મુદ્દામાલ કબજે
- ટ્રાન્સપોર્ટ ઓફીસમાં અફીણનું ખરીદ-વેચાણ કરતા હતા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન જિલ્લા એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે, દુમાડ ગામની સીમમાં આવેલ તરન-તારન ટ્રેલર સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ ઓફીસમાં બે ઇસમો નશાકારક માદક પદાર્થ અફીણના જથ્થાનું ખરીદ-વેચાણ કરી રહેલ છે. જેને આધારે SOGની ટીમે ત્યાં રેઇડ કરી હતી.











