• સોમનાથમાં ધ્વજા પૂજા અને પાલખીનું પૂજન કરી શોભાયાત્રા કાઢવામાં આવી

  • મહા શિવરાત્રિ નિમિત્તે મેળો, શૃંગાર દર્શન, મહાપુજા, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
  • સુવર્ણ જડિત પ્રતિમાના દર્શનથી સાક્ષાત શિવજીની અનુભુતિ થાય છે : CM

સોમનાથ મહાદેવ, નાગેશ્વર, જડેશ્વર, ઘેલાસોમનાથમાં મહાશિવરાત્રીના પર્વ પર હજારો શ્રાદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે પુણ્ય અર્જિત કરવા પહોંચ્યા હતા. સોમનાથમાં ધ્વજાપૂજા અને પાલખીનું પૂજન કરી મંદિરમાં શોભાયાત્રા કાઢવામા આવી હતી. ઈતિહાસમાં પ્રથમ વખત પાર્થેશ્વર પૂજા કરાવવામાં આવી હતી.સોમનાથમાં સવારના ચાર વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતુ. વહેલી સવારથી જ શ્રાદ્ધાળુઓનો માનવ મહેરામણ તીર્થધામોમાં ઉમટયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર જયોર્તિલીંગ ખાતે દર્શનાર્થે સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી ભાવિકો ઉમટી પડયા હતા. જસદણ નજીકના ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે દિવસ દરમિયાન મેળો, પાલખીયાત્રા, શ્ર્રગાર દર્શન, મહાપુજા, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વાંકાનેર નજીક સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવ મંદિરે સવારે આરતી બાદ હોમાત્મક લઘુરુદ્ર થયો હતો.

સુવર્ણ જડિત પ્રતિમાના દર્શનથી સાક્ષાત શિવજીની અનુભુતિ થાય છે : CM

હજારો ભક્તોની ભીડ સાથે શિવજી કી સવારી સર્વેશ્વર મહાદેવ ખાતે પહોંચી હતી જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે મહાઆરતી યોજાઈ હતી. જે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રસંગોપાત કહ્યું હતુ કે, આજે મારી નજર સામે શિવજીની સુવર્ણ જડિત એવી પ્રતિમા છે કે જે જોતા શિવજીના સાક્ષાત દર્શન થઈ રહ્યાં છે.


  • Follow us on: