• નૂતન ધ્વજારોહણ, પાલખી યાત્રા સહિતના અનેક ધાર્મિક કાયક્રમ
  • વેદોક્ત મંત્રોચ્ચાર,અષ્ટાધ્યાયી, રૂદ્રાભિષેક સહિતના કાર્યક્રમ
  • મંદિરને રંગબેરંગી પુષ્પો અને લાઈટોથી સુશોભિત કરાશે

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં 8 માર્ચના મહાશિવરાત્રિની અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર 42 કલાક ખુલ્લા રહેશે. જેમાં અલગ અલગ રાત્રિના ચાર પ્રહરની મહાઆરતીઓ પર કરવામાં આવશે.

વિશેષ આરતીનું આયોજન

[[$googlead]]

[[$alsoread]]

આ અંગે મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,મહાશિવરાત્રીની રાત્રિના ચાર પ્રહરની મહાઆરતીઓ થશે. આ માટે નૂતન ધ્વજારોહણ, પાલખી યાત્રા સહિતના અનેક ધાર્મિક કાયક્રમો યોજાશે.જેના સાથે જ વેદોક્ત મંત્રોચ્ચાર,અષ્ટાધ્યાયી, રૂદ્રાભિષેક સહિતના કાર્યક્રમ સાથે ભકિતભાવથી ગૂંજતું રહેશે જેના માટે મંદિરને રંગબેરંગી પુષ્પો અને લાઈટોથી સુશોભિત કરાશે. બીજી તરફ મંદિર પરિસરમાં ઝડબેસલાક સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી તૈનાત કરાશે.


બિલ્વ પૂજા સેવા કરી શકાશે

આ સાથે જ મહાશિવરાત્રીના પાવન અવસરે સોમનાથ મહાદેવને લાખો બિલ્વના પત્ર અર્પણ કરવાના છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની બિલ્વ પૂજાનો લાભ દરેક ભક્તોને મળી રહે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર આ સેવા રૂ 25 બિલ્વ પૂજા સેવા. શરૂ કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા ગત મહાશિવરાત્રી અને શ્રાવણ 2023 થી ભક્તો માટે આ વિશેષ બિલ્વ પૂજા સેવા શરૂ કરવામાં આવી હતી.

જ્યારે સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપુજા: 08 માર્ચ 2024 ના રોજ મહાશિવરાત્રિ પર, શ્રી સોમનાથ ટ્રસ્ટ હજારો ભક્તોને પંચ મહાભૂતનો અનુભવ કરાવતા ભગવાન શિવના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થિવેશ્વર શિવલિંગની પૂજા કરશે. આ વિશેષ પૂજાનું સુંદર આયોજન મહાશિવરાત્રીના દિવસે 8 માર્ચ 2024ના રોજ સવારે 8 થી 9 દરમિયાન મારુતિ બીચ પર સોમનાથ મંદિર સંકુલ પાસે પ્રોમેનેડ વોક-વે પર કરવામાં આવશે.


  • Follow us on: