• ફૂટબોલની જેમ ફંગોળી વાહનચાલક વડોદરા તરફ ભાગી ગયો

  • મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા માહિતિ અધિકારી ઉદય વૈષ્ણવનો પુત્ર હતો
  • જાણવા મળતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.

કરજણ તાલુકાના દેથાણ ગામના પાટિયા નજીક શનિવારે મોડી રાત્રીના રોડની સાઈડમાં ઊભી રાખેલ પોતાની ઇનોવા ગાડીને ચેક કરી રહેલા ત્રણ મિત્રોને પુરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને અડફ્ટમાં લેતાં એક મિત્રનું શરીરે જીવલેણ ગંભીર ઇજાઓને પગલે સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યાનું સૂત્રો જણાવે છે. અકસ્માતમાં મોતને ભેટનાર વશિષ્ઠ વૈષ્ણવ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા માહિતિ અધિકારી ઉદય વૈષ્ણવનો પુત્ર હતો.

કરજણ તાલુકાના દેથાણ ગામના પાટિયા નજીક ભરૂચથી વડોદરા તરફ્ની ટ્રેક ઉપર શનિવારે રાત્રે અંદાજે 11.30 વાગ્યાના અરસામાં રોડની બાજુમાં ઇનોવા ગાડીમાં ખરાબી આવતાં ગાડી પાર્ક કરી વશિષ્ઠ ઉદય વૈષ્ણવ તથા તેમના મિત્રો કલ્પરાજ સિકરવર તેમજ સાજીદભાઈ ઇનોવા ગાડી ચેક કરી રહ્યા હતાં. તે દરમિયાન ભરૂચ તરફ્થી પુરઝડપે ગફ્લતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા વાહને ત્રણેયને ટક્કર મારતા ફૂટબોલની જેમ ફ્ંગોળાયા હતાં. ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત થયેલ વશિષ્ઠ ઉદયભાઈ વૈષ્ણવનું સ્થળ ઉપર જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય મિત્રો કલ્પરાજ સિકરવર અને સાજીદભાઈને શરીરે ઇજાઓ થઇ હતી. અડફ્ટે લેનાર શખ્સ વડોદરા તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.


  • Follow us on: