ગુજરાતમાં ચોમાસાના વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, નેઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશ્યું છે જે કેરળમાં સામાન્ય રીતે ચોમાસું 1 જૂને આવતું હોય છે. તેથી આ વર્ષે ચોમાસું સમય કરતાં 8 દિવસ વહેલું આવ્યું છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે 15 જૂન આસપાસ પહોંચી શકે છે.
નેઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશ્યું
આજે એટલે કે 24 મે 2025ના રોજ નેઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશ કરી ચૂક્યું છે જેની સત્તાવાર રીતે જાહેરાત કેન્દ્રીય હવામાન વિભાગે કરી છે. કેરળની અંદર સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનના રોજ આવતું હોય છે. ઘણી વખત 24 કે 48 કલાક વહેલું પણ આવે છે પણ આ વર્ષે ચોમાસું સમય કરતાં 8 દિવસ કેરળમાં વહેલું આવ્યું છે. જોકે આગળ હવામાન કેટલો સપોર્ટ કરે તેના પર આધાર રહેશે કે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે, સામાન્ય તારીખે આવશે કે સામાન્યથી મોડું આવશે. કેરળની અંદર ભૂતકાળમાં પણ ઘણી વખત સમય કરતા વહેલું ચોમાસું આવેલું છે.
ગુજરાતના શહેરોમાં વરસાદને લઈ એલર્ટ
ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે. દ. ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. સુરત,વલસાડ,નવસારી વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તાપી, નર્મદા, ભરૂચ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ઓરેન્જ એલર્ટ છે.
ગુજરાતમાં ક્યારે પડશે ચોમાસાનો પહેલો વરસાદ?
સાથે જ ઉત્તર, મધ્ય ગુજરાત, કચ્છમાં છૂટાછવાયા વરસાદ રહેશે. વેલમાર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્રના રત્નાગીરીથી 40 કિ.મી. દૂર સક્રિય છે. રાજ્યમાં આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતી રાજ્યમાં 35-50 કિ.મી પ્રતિકલાકની રહેશે. કેરળમાં આજે ચોમાસાનું આગમન થયું છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે 15 જૂન આસપાસ હોય છે.