• વિદેશી મહેમાનો માણશે કાઠિયાવાડી, ભારતીય વાનગીનો સ્વાદ
  • મિલેટસની વાનગીઓ પણ પીરસવામાં આવશે
  • વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં નોન-વેજ નહી અપાય

વાયબ્રટ ગુજરાત સમિટનું આયોજન જોરશોરથી આયોજન થઈ રહ્યું છે ત્યારે મહેમાનોના ભોજનને લઈને પણ તૈયારીઓ થઈ રહી છે. આ તૈયારીઓમાં વિદેશી મહેમાનોમે માટે ખાસ વાનગીઓ તૈયાર કરાઈ છે. વિદેશીઓ વાયબ્રન્ટ સમિટમાં કાઠિયાવાડી અને ભારતીય ભોજનનો સ્વાદ માણશે.

આ થીમ પર યોજાશે વાયબ્રન્ટ સમિટ

વાયબ્રન્ટ સમિટમાં પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન પીરસવામાં આવશે. આ દિવસે મેન્યૂમાં મિલેટ્સની વાનગીઓને પણ રાખવામાં આવશે. મળતી માહિતિ અનુસાર વાયબ્રન્ટ સમિટમાં કોઈને પણ નોન-વેજ અપાશે નહીં.

પીએમ મોદી પણ આવશે ગુજરાતના પ્રવાસે

આગામી 9 અને 10 જાન્યુઆરીના વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદી વાયબ્રન્ટના આમંત્રિત પ્રમુખો સાથે પ્રવાસન સ્થળની મુલાકાત કરી શકે છે. આ સમયે તા. 9 જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામા આવ્યુ છે. તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે.

એરપોર્ટ પર ગુજરાતની અસ્મિતાની ઝાંખી

વાયબ્રન્ટ ગુજરાત 2024ને લઈને અમદાવાદના એરપોર્ટ પર તૈયારીઓ તેજ થઈ ગઈ છે. વાયબ્રન્ટ સમિટને કારણે અમદાવાદ એરપોર્ટ વિશેષ ચાર્ટડ પ્લેનથી ધમધમતુ રહેશે. ગુજરાત સરાકરે 3 દિવસ માટે ચાર્ટડ પ્લેનનું કરાવ્યું એડવાન્સ બુકીંગ કરાવી લીધું છે. વાયબ્રન્ટમાં આવનાર અતિથિઓ માટે ખાસ ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતની ઝાંખી કરાવાશે અને ગુજરાતની અસ્મિતાની ઝલક બતાવીને અતિથિઓનું સ્વાગત કરાશે.

રસ્તાઓ પર રંગરોગાન કરાયું

અમદાવાદ એરપોર્ટ જવાના રસ્તાઓ ઉપર રંગરોગાન, બેનર, પોસ્ટર, સહિતની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વાયબ્રન્ટની તૈયારીને લઈને અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીના તમામ રસ્તાઓ પર બેરીકેટસ લગાવી દેવાયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમીટને લઈને એરપોર્ટ ઓર્થોરિટીમાં બેઠકમાં દોર શરૂ થઈ ગયો છે. અન્ય ફ્લાઇટની વ્યવસ્થા ખોરવાય નહીં તેવા પ્રકારની વ્યવસ્થા એરપોર્ટ પર કરવામાં આવશે.

 

  • Follow us on: