- પૂનમ એટલે ભાઈ બહેન માટે સવારથી ઉપવાસ કરે છે
- પોષી પૂનમના પાવન પર્વે વહેલી સવારથી ભાવિકોની ભીડ ઉમટી હતી
- પોષી પૂનમના પાવન અવસરે માતાજીને વિશે શણગાર સાથે અન્નકૂટ કરવામાં આવ્યો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ડુંગર પરના શ્રી ચામુંડા માતાજીનાં મંદિરે ગુરુવારે પોષી પૂનમના પાવન પર્વે વહેલી સવારથી ભાવિકોની ભીડ ઉમટી હતી. જેના પગલે સમગ્ર દિવસ દરમિયાન ચોટીલા તળેટી વિસ્તારમાં પણ મેળાનો માહોલ જોવા મળ્યો હતો. પોષ સુદ પૂનમ એટલે ભાઈ બહેન માટે સવારથી ઉપવાસ કરે છે. માતાજીની સંધ્યા આરતી બાદ ચંદ્ર દર્શન કર્યા બાદ ભાઈની બહેનો ઉપવાસના પારણાં કરે છે. પોષી પૂનમના પાવન અવસરે માતાજીને વિશે શણગાર સાથે અન્નકૂટ કરવામાં આવ્યો હતો.










