• સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો બીજો દિવસ 
  • નવા સંસદ ભવનમાં આજથી સત્રની કાર્યવાહી શરૂ
  • ઓમ બિરલાએ પાઠવી શુભેચ્છા

સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો બીજો દિવસ છે. નવા સંસદ ભવનમાં આજથી સત્રની કાર્યવાહી શરૂ થઇ. આ પહેલા જૂની સંસદમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોનું એક સાથે ફોટોશૂટ થયું હતું. જેમાં પીએમ મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો હાજર રહ્યા હતા. મહિલા આરક્ષણ બિલને સોમવારે મોદી કેબિનેટે વિશેષ સત્ર દરમિયાન મંજૂરી આપી હતી.

મહિલા અનામત બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું

[[$googlead]]

મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ સંસદમાં રજૂ કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ તમામ પક્ષોને આ બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રીએ આ બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો.

[[$alsoread]]

લોકસભા-વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત

મહિલા અનામત બિલ હેઠળ વિધાનસભાની 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓને લોકસભામાં પણ 33 ટકા અનામત મળશે. એટલે કે 181 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. તેમજ દિલ્હી વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત મળશે.

ઓમ બિરલાએ પાઠવી શુભેચ્છા

નવા સંસદ ભવનની કાર્યવાહી રાષ્ટ્રગીત સાથે શરૂ થાય છે, વિશેષ સત્રમાં હાજર તમામ સાંસદો

PM મોદીએ કહ્યુ મિચ્છામી દુક્કડમ

આઝાદીના અમૃતકાળનો આ ઉષાકાળ, ભારત અનેક સિદ્ધિઓ સાથે આગળ વધી રહ્યું છે, ચંદ્રયાન - 3ની સફળતાથી દેશવાસીઓને ગર્વ, નવા સંસદ ભવનની આજે શરૂઆત થઇ છે, ગણેશ ચતુર્થીના શુભ દિવસનો સુખદ સંયોગ, ગણેશજી સિદ્ધિના દેવતા, ગણેશજી જ્ઞાનના પણ દેવતા, આજે મિચ્છામી દુક્કડમ કહેવાનો અવસર. ભૂતકાળની કડવી યાદોની ભૂલીને નવા સંકલ્પ લેવાનો અવસર દેશના દરેક નાગરિક માટે પ્રેરણા રૂપ બને તેવા કાર્ય કરવાનો સંકલ્પ. આ ભવન નવુ છે વ્યવસ્થા નવી છે. આપણા સાથીદારો નવા રંગ રૂપ સાથે આવ્યા છે આમ છતા આવતી કાલ અને આજને જોડતું પ્રતિક અહી છે. 

મહિલા અનામત બિલનું નામ 'નારી શક્તિ વંદન એક્ટ' કરાયું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અટલજીના કાર્યકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અમે તેને પાર કરવા માટે ડેટા એકત્ર કરી શક્યા નહીં અને તેના કારણે સપનું અધૂરું રહી ગયું. ભગવાને મને મહિલાઓના સશક્તિકરણ અને તેમની શક્તિને આકાર આપવાનું કામ કરવા માટે પસંદ કર્યો છે. પીએમ મોદીએ મહિલા આરક્ષણને 'નારી શક્તિ વંદન એક્ટ' નામ આપ્યું છે.

સેંગોલની પ્રથમ પૂજા નેહરૂજીના હસ્તે થઇ હતી. પંડિત નેહરૂના હાથમાં શોભતો સેંગલ આજે આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. નવી સંસદ ભવનનું નિર્માણ આધુનિક ભારતની ઓળખ. આમા આપણા શ્રમિકોનો પરસેવો પડ્યો છે. કોરોના જેવી વિકટ સમયમાં તેઓએ ખુબજ દિલથી કામ કર્યુ એ તમામ કામદારોનો દિલથી આભાર, જેણે ભાવી પેઢીઓ માટે પરિશ્રમ કર્યો આ ભવ્ય વ્યવસ્થા ઉભી કરી. એ શ્રમયોગીને કોટી-કોટી વંદન. અહી એક ડિજીટલ બુક છે જેમાં તમામ શ્રમિકોનો ઉલ્લેખ છે જેમણે તેમનો પરસેવો વહાવ્યો. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભૂતકાળની દરેક કડવાશને ભૂલી જવાનો આ સમય છે. મારા તરફથી દરેકને 'મિચ્છામિ દુક્કડમ' કહ્યું. જૈન ધર્મ અનુસાર મિચ્છામી એટલે ક્ષમા અને દુક્કડમ એટલે ભૂલો. તેનો અર્થ એ છે કે મેં જાણતા કે અજાણતાં કરેલી ભૂલો માટે મને માફ કરો.

વિપક્ષને આડકરતો આપ્યો સંદેશ

અહી જે વ્યવહાર કરીશુ તે નક્કી કરશે કે કોણ અહી બેસશે કોણ વિરોધપક્ષમાં બેસશે. ચૂંટણી તો હજુ દૂર છે. વેદોમાં કહેવામાં આવ્યુ છે કે ધીરજ, સારી ભાષા, એકતા, એક સંકલ્પ કરી, સાર્થક સંવાદ કરીએ તો વિચાર-વિમર્શ અલગ હોવા છતા એક સંકલ્પ તરફ આગળ વધી શકીશુ. આપણી સંસદે રાષ્ટ્રહિતના તમામ ભાવનામાં એક સરખુ કાર્ય કર્યુ આ નવી શરૂઆત સાથે સંસદની ગરીમાનું ધ્યાન રાખીશુ જેથી આવનારી પેઢીને પ્રેરણા મળે. સંસદની મર્યાદા જળવાય તે જોઇએ. 

  • Follow us on: