• રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો

  • કૃષ્ણ મંદિરોમાં ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ નો નાદ ગુંજી ઉઠ્યો
  • દ્વારકા, શામળાજી અને ડાકોરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

આજરોજ જન્માષ્ટમીના તહેવારને લઈને સવારથી જ ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો દ્વારકા, શામળાજી અને ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. લાખો ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શનનો લ્હાવો લીધો છે. સમગ્ર દિવસ દરમિયાન કૃષ્ણ મંદિરોમાં વિવિધ પ્રકારના ઉત્સવો ઉજવાયા હતા અને ભગવાન શ્રીકૃષ્ણની સેવા પૂજા અને અર્ચના કરવામાં આવી હતી. ઠાકોરજીને વિવિધ પ્રકારનો ભોગ પણ ધરાવવામાં આવ્યો છે. ભાવિક ભક્તોએ કૃષ્ણ મંદિરોમાં આરતી અને પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

રાત્રે 12 વાગ્યે તમામ મંદિરોમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકા, ડાકોર અને શામળાજી સહીત તમામ કૃષ્ણ મંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. કૃષ્ણ મંદિરોમાં ભાવિક ભક્તોએ કૃષ્ણના ગુણગાન તથા ભજનો ગાઈને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું.

[[$googlead]]

ભગવાન કૃષ્ણનો જન્મ થતા ભાવિક ભક્તોમાં આનંદ વ્યાપી ગયો હતો. ભક્તોને પંજરી તથા મીસરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

[[$alsoread]]


  • Follow us on: