• વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવી બસોને બતાવી લીલીઝંડી
  • ગાંધીનગર બસ સ્ટેશનથી નવી બસોનું લોકાર્પણ
  • આવનારા દિવસોમાં વધુ નવી બસો દોડાવાશે: હર્ષ સંઘવી

ગુજરાતમાં ST નિગમની આજે નવી 40 બસોનું લોકાર્પણ થયુ છે. જેમાં વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી બતાવી છે. ગાંધીનગર બસ સ્ટેશનથી આધુનિક સુવિધા વાળી નવી બસોનું લોકાર્પણ થયુ છે. તેમજ આવનારા દિવસોમાં વધુ નવી બસો દોડાવાશે.

1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો ST વિભાગ સામેલ: હર્ષ સંઘવી

[[$googlead]]

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું છે કે 1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો ST વિભાગ સામેલ થઈ છે. મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધાઓ મળે તેવી વ્યવસ્થાઓ છે. આવનારા એક વર્ષમાં બીજી નવી 2 હજાર બસો લવાશે. નાગરિકોની સેવામાં ST નિગમને સફળતા મળશે. ST નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે. નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે.

[[$alsoread]]

UPIથી એસટી બસમાં ટિકિટ બુકિંગનો આજથી પ્રારંભ

હવેથી એસટીમાં મુસાફરી કરવા માટે છુટ્ટા રૂપિયાની માથાકૂટ થશે નહિ. કારણ કે UPIથી એસટી બસમાં ટિકિટ બુકિંગનો આજથી પ્રારંભ થયો છે. હવે બસમાં બેસ્યા પછી તમારા ખિસ્સામાં રોકડા રૂપિયા નથી તો ટેન્શન ન લેશો. હવે મુસાફરો બસમાં બેસીને સ્વાઈપ કરીને ટિકિટ લઈ શકશે. કારણ કે ST બસમાં ડિજિટલ પેમેન્ટ થઈ શકશે. હવે મુસાફરો અને કંડક્ટરોને મોટી રાહત મળશે.

ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે

દિવાળીમાં મુસાફરોની સુવિધામાં વધારો થશે. એસટી નિગમ દ્વારા 2×2 બસ બનવવામાં આવી છે. 40 બસ પૈકી અમદાવાદને 15 અને મહેસાણાને 7 બસ ફાળવાઇ છે. તેમજ વરોડાને 10, ગોધરાને 6 અને ભરૂચ ડેપોને 2 બસ ફાળવવામાં આવી છે. હવે સીધું ઓનલાઈન UPI ના માધ્યમ થી પેમેન્ટ થઈ શકશે. સાથે જ રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે.

  • Follow us on: