- TP 204માં સરખેજ, ઓકાફ, મકરબા, વેજલપુર, આંબલીના વિસ્તારનો સમાવેશ
- 1,148 હેક્ટરની આ સ્કીમમાં 9 મોટા તળાવ છે, સૌથી મોટા રોડ આવેલા છે
- સરકાર મંજુર કરે ત્યારબાદ પ્રિલીમનરી ટીપી સ્કીમ મંજુર ગણાશે.
શહેરની અત્યાર સુધીની સૌથી મોટી ટીપી સ્કીમ નં.204 સરખેજ, ઓકાફ, મકરબા, વેજલપુર, આંબલીના ટીપીઓ દ્વારા તેની લોકસુનાવણી શરૂ કરવામાં આવી છે. આ માટે લગભગ 1100 કરતાં વધુ જમીન માલિકોને નોટિસ પાઠવવાનું શરૂ કરાયું છે. આ સ્કીમ એવી છે જેમાં સૌથી વધુ 9 મોટા તળાવો અને પુરતી પહોળાઈના રોડ-રસ્તા આવેલા છે.
શહેરી વિકાસ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કુલ 1,148 હેક્ટર વિસ્તારને સમાવતી આ ટીપી સ્કીમ નં.204ની વર્ષ 2009માં બનાવવાની શરૂઆત થઈ હતી. ઈરાદો જાહેર કરાયા બાદ લગભગ એક વર્ષમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ બનાવીને સરકારમાં રજૂ કરી દેવાઈ હતી. બાદમાં વર્ષ 2012માં આ ડ્રાફ્ટ ટીપી સ્કીમને સરકારે મંજુર કરી હતી. ત્યારબાદ તેમાં ટીપીઓની નિમણૂંક કરાઈ હતી.










