- CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા i-Hubનું ઉદ્ધાટન
- 100 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું નવું કોમ્પલેક્ષ
- SSIP અંતર્ગત સરકાર દ્વારા 200 કરોડનાં ફંડની ફાળવણી
સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ગુજરાત વિદ્યાર્થી સ્ટાર્ટઅપ અને નવકલ્પના કેન્દ્ર (i-Hub)નું આજે સાંજે ઉદ્દઘાટન કર્યું હતું. મહત્વનું છે કે રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન અને તેમને સમર્થન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી શિક્ષણ વિભાગ દ્વારા “ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ” (i-Hub) ની સ્થાપના કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વર્લ્ડક્લાસ સુવિધાઓ ધરાવતું અત્યાધુનિક i-Hub ભવનનું નિર્માણ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના કેમ્પસમાં કરવામાં આવ્યું છે. જેનું આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 100 કરોડ રૂપિયાના ખર્ચે દોઢ લાખ ચોરસમીટર વિસ્તારમાં ઊભું કરવામાં આવેલા પાંચ માળના સંકુલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ છે. રાજ્યના તમામ સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરવા માટે જરૂરી કૌશલ્ય, જ્ઞાન અને સાધનો સાથે કાનૂની, નાણાંકીય, ટેકનીકલ અને બૌધિક સંપદા અધિકાર સહિતના મુદ્દે પદ્ધતિસરના માર્ગદર્શન-મદદ પૂરી પાડવાનું કાર્ય iHub મારફતે કરવામાં આવશે.
આ કોમ્પ્લેક્ષ અંદાજે 100 કરોડ રૂપિયાના ખર્ચે 1.50 લાખ ચોરસમીટર વિસ્તારમાં ઊભું કરવામાં આવ્યું છે. આ નવું બિલ્ડીંગ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત પાંચ માળનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે અને એકસાથે 500 જેટલા સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
i-Hub દ્વારા સ્ટાર્ટઅપને શરૂઆતના તબક્કામાં ગો-ટુ-માર્કેટ સ્ટેજ પર મદદ રૂપ થઇ ‘આઈડિયાથી એન્ટરપ્રાઇઝ’ સુધીની તેમની સફરમાં ઇનોવેટર્સને પ્રોત્સાહન અને માર્ગદર્શન અપાશે. રાજ્યમાં સ્ટાર્ટઅપ કલ્ચરને વેગ આપવા તમામ સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરવા માટે જરૂરી સ્કીલ/નોલેજ/ટૂલ્સની સાથે કાનૂની, નાણાંકીય, તકનીકી, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ સહિતના મુદ્દે પદ્ધતિસરના માર્ગદર્શન-મદદ પૂરી પાડવાનું કાર્ય iHub મારફતે કરવામાં આવશે. ઇન્ક્યુબેશન, એક્સિલરેશન્સ અને ઇન્વેસ્ટમેન્ટ માટે એન્ડ-ટુ-એન્ડ લિન્કેજ કરી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં આવશે.
અત્યાર સુધીમાં આઈ-હબની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અનેક ઉપલબ્ધિઓ હાંસલ થઈ છે, જેમાં 12 ફ્લેગશિપ પ્રોગ્રામ્સનું આયોજન, કેપેસિટી બિલ્ડીંગ દ્વારા 4 લાખ જેટલા વિદ્યાર્થીઓનો સંપર્ક, વિવિધ ફ્લેગશિપ પહેલ દ્વારા 2300 જેટલા ઈનોવેટર્સને સપોર્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 439 સ્ટાર્ટઅપ્સને ઈન્ક્યુબેશન સપોર્ટ, 264 ઈનોવેટર્સને ટેકો આપવા શૈક્ષણિક ભાગીદારી, 239 સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ માટે ફ્લેગશિપ પ્રોગ્રામ્સ હેઠળ માર્ગદર્શન, 52 ઈનોવેટર્સને માઈન્ટ-ટુ-માર્કેટ ઓપન ઈનોવેશન ચેલેન્જ હેઠળ ફંડિંગ અને માર્ગદર્શન, સ્ટાર્ટઅપ્સ માટે 210 મેન્ટિંગ સેશન્સ અને સ્ટાર્ટઅપ્સમાં 350 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટ વગેરે જેવી અનેક ઉપલબ્ધિઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અને i-Hubના સંયુક્ત પ્રયાસથી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે.
આ મામલે જો આંકડાકીય માહિતીઓ પ્રમાણે જોઈએ તો KCG કેમ્પસમાં 98 કરોડના ખર્ચે આઈ હબને તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત SSIP અંતર્ગત સરકાર દ્વારા 200 કરોડનાં ફંડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ આઈ હબ હેઠળ 439 સ્ટાર્ટઅપને સપોર્ટ કરાયો છે અને 350 કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટઅપમાં કરવામાં આવ્યું છે.









