PMJAY કાર્ડ અંતર્ગત સરકારની નવી એસઓપી જાહેર થઈ છે જેમાં ખ્યાતિકાંડ બાદ સરકારે અલગ-અલગ નવા નિર્ણયો મેડિકલ કાર્ડને લઈ લીધા છે.નવી એસઓપી મુજબ નિષ્ણાંત તબીબોને હવે ફૂલ ટાઈમ હોસ્પિટલમાં હાજર રાખવા પડશે,અગાઉ નિષ્ણાંતો એક સાથે ત્રણ હોસ્પિટલમાં બજાવી શકતા હતા સેવા,હોસ્પિટલોએ એન્જિયોગ્રાફીની સીડી પણ પ્રી-ઓથ પહેલા અપલોડ કરવાની રહેશે.


[[$googlead]]

PMJAY યોજનાને લઈ નવી SOP જાહેર

એન્જીઓગ્રાફી, એન્જીયોપ્લાસ્ટીની સીડી અપલોડ કરવી પડશે

[[$alsoread]]

એન્જીયોપ્લાસ્ટી સીડી પ્રિઓથ સમયે અપલોડ કરવાની રહેશે

ઈમરજન્સી કેસમાં સીડી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે

ડે - કેર, સેકન્ડરી અને ટર્શરી બિમારીમાં સારવાર મળશે

ENT, સ્ત્રી રોગ, માનસિક રોગની સારવારમાં સહાય

હૃદય, કિડની અને મગજના રોગમાં સારવાર મળશે

ગંભીર ઈજાઓ અને નવજાત શિશુના રોગમાં પણ સારવાર

કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટમાં પણ સહાય

હૃદય, કિડની, લિવરના ટ્રાન્સપ્લાન્ટમાં પણ સહાય

નિદાન માટે લેબોરેટરી, સર્જરી અને ત્યારબાદની સેવા પણ મળશે

લાભાર્થીને ખોરાક અને મુસાફરીનો ખર્ચ પણ મળશે

ચિરંજીવી અને બાળસખા યોજનાનો PMJAYમાં સમાવેશ

કાર્ડિયોલોજી સેવાઓની માર્ગદર્શિકામાં સુધારો કરાયો

ફૂલટાઇમ સર્જન સાથે કામ કરતી હોસ્પિટલને જ માન્યતા મળશે

હોસ્પિટલમાં ફૂલ ટાઇમ કાર્ડિયેક એનેસ્થેટિસ્ટ ફરજિયાત

હોસ્પિટલે ફૂલટાઇમ ફિઝિયોથેરાપિસ્ટ રાખવા પડશે

ઇમરજન્સીમાં જ કોર્ડિયોલોજી સેન્ટર પર એન્જીયોપ્લાસ્ટી

કેન્સરને લઈ વિવિધ સારવાર

કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કિ કરવા માટે મેડીકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરિકે નિર્ણય લઇ TBC (ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. TBC(ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજીયાત રહેશે.

દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT (ઇમેજ ગાઈડેડ રેડિએશન થેરાપી)માં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ KV (કિલો વોટ)માં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે.

કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનીમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં.

રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કન્ટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.

  • Follow us on: