• સૌ લોકો માં રામચંદ્ર નો દર્શન કરવાનો ઉત્સાહ છે
  • વિશ્વાસ છે કે દેશના પ્રત્યેક નાગરિકો દર્શન કરી શકેશે
  • તે માટે સરકારની વિવિધ એક પછી એક વ્યવસ્થા કરાશે

આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે ત્યારે રાજ્ય સરકારે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા દર્શન કરવા જવા માટે સબસિડી આપવા નિર્ણય કરી શકે છે.

જેના અંગે મુદ્દે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું કે, અયોધ્યા જતા યાત્રિકોને સબસીડી આપવામાં આવશે. જેના માટે ટૂંક સમયમાં સરકાર નિર્ણય કરશે. આ સાથે જ તેમણે કહ્યું કે, સૌ લોકોમાં રામચંદ્રનો દર્શન કરવાનો ઉત્સાહ છે. તે માટે સરકાર વિવિધ એક પછી એક વ્યવસ્થા કરશે.

[[$googlead]]

થોડાં સમયથી ચાલી રહી છે ચર્ચા

[[$alsoread]]

આ અંગે છેલ્લા થોડાં દિવસોથી ચર્ચાઓ થઈ રહી છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને 25 જાન્યુઆરી બાદ શ્રદ્ધાળુઓને ત્યાં જઈ દર્શન કરવાની મંજૂરી મળી છે ત્યારે રાજ્ય સરકારે આ યોજનાનો લાભ વધુ લોકોને મળે તે હેતુથી લાભાર્થીઓની સંખ્યા વધારી 10 હજાર કરી છે. ટૂંકમાં જાહેરાત કરવામાં આવશે.

બસ દોડવવા અંગે પણ વિચારણા

તેમજ હાલમાં અયોધ્યા માટે ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ IRCTC અથવા બસ માટેનું ગ્રૂપ બુકિંગ કરાવી શકશે. મુસાફરોની સંખ્યા વધશે તો જીએસઆરટીસી દ્વારા પણ બસ દોડાવા અંગે વિચારણા ચાલી રહી છે. 

  • Follow us on: