સુરતમાં તહેવારોના સમયે સ્ટેટ જીએસટી વિભાગના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.8 અલગ-અલગ જવેલર્સમાં દરોડા પાડવામાં આવ્યા છે.બિલ વગર સોનું વેચકા હોવાની આશંકાથી દરોડા પાડવામાં આવ્યા છે.કાચી ચિઠ્ઠી પર સોનું વેચાતું હોવાની આશંકાએ દરોડા પાડવામાં આવ્યા છે,સુરતમાં છેલ્લા બે દિવસથી અલગ-અલગ જગ્યાએ જીએસટી વિભાગના દરોડા યથાવત છે.


[[$googlead]]

કંઈ-કંઈ દુકાનમાં પાડવામાં આવ્યા દરોડા

સુરતમાં 8 જવેલર્સના ત્યાં સ્ટેટ જીએસટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે,જેમાં બિલ વગર સોનું વેચતા હોવાની આશંકાથી દરોડા પાડવામાં આવ્યા છે.કલામંદિર, બિશન દયાળ,પચ્ચીગર, દાગીના,ગહેના, નાકરાણી ,મહાવીર જ્વેલર્સના ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.મોટી કર ચોરી મળવાની આશંકાને લઇ દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.ત્યારે અન્ય જવેલર્સના ત્યાં પણ અગામી સમયમાં દરોડા પાડવામાં આવી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

[[$alsoread]]

બોગસ પેઢીઓ પર પણ પાડયા દરોડા

ગુજરાતમાં 200થી વધુ બોગસ પેઢીઓ રજિસ્ટર્ડ કરાવી, કરોડો રૂપિયાના બોગસ બીલો જનરેટ કરીને, કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ની ટીમે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં વધુ સાત જગ્યાએ દરોડા પાડીને દસ્તાવેજો, બેંક એકાઉન્ટ સહિતની વસ્તુઓ કબજે કરી હોવાનું જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે, ઈડીએ ગત સપ્તાહમાં એક સાથે 23થી વધુ સ્થળે ત્રાટકી 200 બોગસ કંપનીઓના ટ્રાન્જેકશનના દસ્તાવેજો કબજે કર્યા હતા. EDની ટીમે અમદાવાદ, સુરત અને ભાવનગરમાં સાત જગ્યાએ એક સામટા દરોડા પાડયા હતા. મેસર્સ ધ્રુવી એન્ટરપ્રાઈઝ સાથે સંકળાયેલના ત્યાં દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે.

બેનામી વ્યવહાર મળી આવવાની શક્યતા

ધનતેરસે મોટા પ્રમાણમાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે, તેવા સમયે GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટીના દરોડાને પગલે જ્વેલર્સમાં ભારે હલચલ જોવા મળી છે. સ્ટેટ જીએસટી સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા પ્રમાણમાં જીએસટી ચોરી મળી આવવાની શક્યતા છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને દસ્તાવેજોની તપાસણી શરૂ કરી દેવામાં આવી છે. જ્વેલર્સને ત્યાંથી કરોડો રૂપિયાના બેનામી હિસાબ મળી આવે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

  • Follow us on: